Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા નોરતે જ ગુજરાતમાં વરસાદની બઘડાટી:યોગ ગુરૂનો નકલી નોટનો કાળો કારોબાર; ઝનૂની માતાના મારથી બે વર્ષની બાળકીનું મોત

    1 week ago

    વિવિધ જિલ્લામાં મિની વાવાઝોડા સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વાવ,થરાદ, પાટણ, લખતરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો.જેના કારણે પાક સહિત અન્ય મિલકતને વ્યાપક નુક્શાન પહોંચ્યું. તો અમદાવાદમાં પણ સવારથી જ ભારે પવનને કારણે ચાર જગ્યાએ ઝાડ પડ્યાની ઘટના બની.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આંગણવાડી બહેનો સરકાર સામે લડી લેવાના મૂડમાં લઘુતમ વેતન સહિતની પડતર માગો સાથે આંગણવાડી બહેનોએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું..બહેનોએ સરકારને 3 દિવસનું અલ્ટીમેટમ આપી માગ પૂરી ન થાય તો વિધાસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી મળી નકલી નોટો સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી મળી નકલી નોટો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાંથી 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે.સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની ધરપકડ કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારને 25 માર્ચ સુધીનું પશુપાલકોનું એલ્ટિમેટમ દહેગામના પશુપાલકો અને ઉત્તમ-મધુર ડેરી વચ્ચેનો વિવાદ ચરમસીમાએ.. આજે વહેલી સવાર દહેગામ સજ્જડ બંધ તો ગાડી દૂધ લેવા પહોંચતા પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો .. 25 માર્ચ બાદ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એમ્બ્રોઈડરીના કારખાનામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ સુરતના કાપોદ્રામાં વહેલી સવારે એમ્બ્રોઈડરીના કારખાનામાં 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા.. દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા. કારખાનામાં ફસાયેલા અન્ય કામદારોનું પતરાં કાપીને રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદના હેરિટેજ દરજ્જા પર યુનેસ્કોની નજર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો 'ઇકોમોસ'નું સંયુક્ત પ્રતિનિધિમંડળ ત્રણ દિવસ અમદાવાદની મુલાકાતે આવ્યું છે આ પ્રતિનિધિઓએ હેરિટેજ સ્થળોની આસપાસ કરવામાં આવેલા બાંધકામોની મુલાકાત લીધી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતાના બેફામ મારથી માસુમ બાળકીનું મોત સુરતના વરાછાના વિસ્તારમાં લિવઈનમાં રહેતી મહિલાએ તેની બે વર્ષની બાળકીને માર મારી મોતને ઘાટ ઉતારી.. મહિલાના મારથી માસુમને બ્રેઈન હેમરેજ થયાનું સામે આવ્યુ હતું.. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રડતા રડતા ત્રણ વીડિયો બનાવી હીરા દલાલનો આપઘાત હીરા દલાલે રડતા રડતા એક બાદ એક ત્રણ વીડિયો રેકોર્ડ કરી ઝેર પી જીવન ટુંકાવી દીધું.સંદીપભાઈ ચોડવડિયાને અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભર્યુ છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા હળવદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મજૂરી કામ કરતા 10 જેટલા યુવાનો નહાવા પડ્યા હતા જેમાંથી 2 યુવાનો ડુબ્યા છે એકને બચાવવા જતા બીજો પણ પાણીના પ્રવાહમાં ખેંચાઇ ગયો હતો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરામાં કાર ચાલકનો આતંક વડોદરાના એમ જી રોડ પર ધ્રુવ પટેલે પોતાની કાર બેફામ રીતે હંકારી હતી અને 4થી 5 વાહનોને અડફેટે લીધા જેમાં 3થી 4 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.. ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી કાચ તોડી રોકવાનો પ્રયાસ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સત્યમ યોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનરમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ:ચીનથી મટિરિયલ મગાવી ક્રિપ્ટોમાં પેમેન્ટ, પ્રિન્ટરમાં ચેટ GPTથી સેટિંગ કરતા, સુરતમાં 2 કરોડ છાપ્યા
    Next Article
    મોરબીમાં ઘાસના જથ્થામાં આગ લાગી:ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment