Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભિક્ષુકગૃહ પાસે MD ડ્રગ્સ સાથે શશાંક પટેલ ઝડપાયો:23 વર્ષની ઉંમરે હત્યા, મારામારી અને પ્રોહિબિશનનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો ડ્રગ્સ પેડલર

    1 week ago

    સુરતના અડાજણ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક્ટિવા પર જઈ રહેલા 23 વર્ષીય શશાંક પટેલને મેફેડ્રોન ડ્રગ્સ (MD) સાથે દબોચી લીધો છે. પકડાયેલા આરોપી શશાંક માત્ર 23 વર્ષની ઉંમરે હત્યા, મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બાતમીના આધારે અડાજણ હેલ્થ સેન્ટર પાસે રેડ અડાજણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શાંતિકુંજ ગાર્ડન પાસે એક શખસ એક્ટિવા પર ડ્રગ્સનું વેચાણ કરવા માટે પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે કોર્ડન ગોઠવ્યું હતું. ત્યારે GJ-05-HW-0549 નંબરના એક્ટિવા સાથે પસાર થઈ રહેલા શશાંક પટેલને પોલીસે અટકાવ્યો હતો. તેની અંગઝડતી લેતા તેની પાસેથી 2.45 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. 23 વર્ષનો આરોપી શશાંક હત્યા અને હુમલાનો ગુનેગાર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપી શશાંક ચંદ્રવદન પટેલ (રહે. રામનગર, રાંદેર) રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યા (IPC 302) નો ગુનો નોંધાઈ ચુક્યો છે. આ ઉપરાંત અડાજણ અને પાલ પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જી.પી. એક્ટ હેઠળના ગુનાઓ દાખલ થયેલા છે. તે સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ પણ હતો. ડ્રગ્સ સપ્લાય કરનારા અન્ય બે વોન્ટેડ જાહેર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અન્ય બે નામો પણ સામે આવ્યા છે. શશાંક પટેલને ડ્રગ્સ પૂરું પાડનાર અથવા આ નેટવર્કમાં સામેલ પ્રતીક ડાભી અને અમરોલી કોસાડ આવાસમાં રહેતા દાનેશ નામના શખસોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ હવે આ બંને શખસોના મૂળ રહેઠાણ અને તેમના નેટવર્ક સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કુલ 54,450નો મુદ્દામાલ જપ્ત કરાયો અડાજણ પોલીસે આ કાર્યવાહીમાં આરોપી પાસેથી ડ્રગ્સ સહિત અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે. જેમાં મેફેડ્રોન ડ્રગ્સ (2.45 ગ્રામ)-કિંમત 7,450, એક્ટિવા મોપેડ- કિંમત 40,000, મોબાઈલ ફોન-કિંમત 7,000 મળી પોલીસે કુલ 54,450 નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ડ્રગ્સ નેટવર્ક તોડવા પોલીસ એક્શનમાં શહેરના યુવાધનને નશાના રવાડે ચઢાવતા તત્વો સામે સુરત પોલીસ કડક વલણ અપનાવી રહી છે. ધોરણ 10 સુધી ભણેલો શશાંક પટેલ નાની ઉંમરે ગુનાખોરીની દુનિયામાં કેવી રીતે પ્રવેશ્યો અને તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ભારે પવનથી સિરામિક ફેક્ટરીઓને નુકસાન:અનેક કારખાનાઓના પતરા ઉડ્યા, તોતિંગ વૃક્ષો ધરાશાયી, હોર્ડિંગ બોર્ડ તૂટ્યાં
    Next Article
    બેરોજગાર યુવાનોમાં 67 ટકા ગ્રેજ્યુએટ હોવાનો કોંગ્રેસનો દાવો:વર્ષે 2 કરોડ રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ હોવાનો આક્ષેપ, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિગ પ્રથા નાબૂદ કરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment