Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેરોજગાર યુવાનોમાં 67 ટકા ગ્રેજ્યુએટ હોવાનો કોંગ્રેસનો દાવો:વર્ષે 2 કરોડ રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ હોવાનો આક્ષેપ, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિગ પ્રથા નાબૂદ કરવા માગ

    1 week ago

    રાજ્ય સહિત દેશમાં બેરોજગારીની સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ચૂંટણી સમયે સરકારમાં આવવા બે કરોડ રોજગારી આપવાની ભાજપે જાહેરાત કરી હતી પરંતુ તે આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ પણ કોંગ્રેસે જાહેર કર્યો છે. ખાલી પડેલી સરકારી જગ્યાઓ પર વિવિધ પદો પર ભરતી જાહેર કરી યુવાઓને રોજગાર આપવામાં આવે તેવી કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે. 67 ટકા ગ્રેજ્યુએટ બેરોજગાર રહેતા હોવાનો કોંગ્રેસનો દાવો અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ જાહેર કરી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, 2004થી 2023 દરમિયાન દર વર્ષે 50 લાખ જેટલા નવા ગ્રેજ્યુએટ થાય છે. જેની સામે રોજગાર 28 લાખ જેટલા લોકોને જ મળે છે અને 17 લાખ લોકોને પગારદાર નોકરી મળતી નથી. 67 ટકા જેટલા ગ્રેજ્યુએટને યોગ્ય નોકરી ન મળતી હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં બેરોજગાર યુવાનોમાં 67 ટકા ગેજ્યુએટ, 19થી 25 વર્ષના સ્નાતક શિક્ષિત બેરોજગારની સંખ્યા 39.33 ટકા, 25થી 29 વર્ષના સ્નાતક શિક્ષિત બેરોજગારની સંખ્યા 20 ટકા હોવાનું સામે આવ્યું છે. તેમજ લાંબા સમય સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતા યુવાનોની આશા તૂટી જાય છે. જેથી કોંગ્રેસે માંગ કરી છે કે, ગુજરાતમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે અને વસ્તીના પ્રમાણમાં મહેકમમાં વધારો કરી ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં આવે તેવી કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 20 વર્ષમાં જે સ્નાતક બહાર પાડે છે તેની રોજગારીની તકોનો અહેવાલ અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં 67 ટકા ગ્રેજ્યુએટને નોકરી મળતી નથી. શિક્ષણ તો મેળવે છે પરંતુ શિક્ષણના આધારે જે નોકરી મળવી જોઈએ તે તકથી વંચિત રહી જાય છે. 2017 પછી સતત નોકરીની તક ઘટી રહી છે. ચૂંટણી સમયે મોદી સરકારે સપ્તાહમાં આવવા માટે દર વર્ષે બે કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું. છેલ્લા 11 વર્ષમાં 22 કરોડ રોજગાર મળવા જોઈએ તેના બદલે લોકોના રોજગાર છીનવાઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથામાંથી ગુજરાતના યુવાનોને મુક્ત કરો- મનીષ દોશી વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ થઇ રહ્યું છે. બે લાખ કરતા વધુ જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી પડી છે. તેમજ કોન્ટ્રાક્ટના નામે શોષણ થઇ રહ્યું છે. ગુજરાતમાં 2.70 લાખ જેટલા બેરોજગાર શિક્ષિત લોકો નોંધાયા છે. LRD સહિતની ભરતીમાં 21 લાખ સુધી અરજી નોંધાય છે. એટલે કે ગુજરાતમાં 25 લાખ લોકો બેરોજગાર હોવાનો આંકડો ચિંતાજનક છે. ઇજનેરો અને ડોક્ટર માટે નોકરીની તક ઘટી રહી છે. પગાર મળે છે તેનાથી પોતાના પરિવારનું રોજગાર પણ ચલાવી શકતા નથી. મહેકમમાં પણ બે લાખ કરતા વધુ પદો ખાલી પડ્યા છે. જેના કારણે નાગરિકોને ધક્કા ખાવા પડે છે. જેથી માંગ કરીએ છીએ કે સરકારમાં ખાલી પડેલા વિવિધ પદો પર કેલેન્ડરના નામે યુવાનો સાથે ચેડા કરવાનો સરકાર બંધ કરે. કોન્ટ્રાક્ટ પ્રથામાંથી ગુજરાતના યુવાનોને મુક્ત કરવામાં આવે અને રોજગાર સાથે ન્યાય આપવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    ભિક્ષુકગૃહ પાસે MD ડ્રગ્સ સાથે શશાંક પટેલ ઝડપાયો:23 વર્ષની ઉંમરે હત્યા, મારામારી અને પ્રોહિબિશનનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો ડ્રગ્સ પેડલર
    Next Article
    વડોદરામાં સામાન્ય બોલાચાલીમાં ચાકુ-તલવારથી હુમલો:તારા કાકા દુકાન આગળ પેશાબ કરતા હતા તો તું વચ્ચે કેમ પડ્યો કહીં માર માર્યો, પોલીસે બે અલગ અલગ ગુના નોંધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment