Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કમોસમી વરસાદ, નવલખી બંદર પર અસર:ભારે પવન સાથે વરસાદથી મીઠાના અગરોને મોટું નુકસાન

    10 hours ago

    મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, બપોરના ચાર વાગ્યાથી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ વરસાદની અસર નવલખી બંદર પર પણ જોવા મળી હતી. ખાસ કરીને દરિયાકાંઠે આવેલા મીઠાના અગરોમાં વરસાદ પડવાથી અગરિયાઓએ મહામહેનતે પકવેલા મીઠાના પાકને મોટું નુકસાન થયું છે. ઉનાળાની ઋતુ હોવા છતાં, હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યાથી મોરબી જિલ્લાના ટંકારા, હળવદ અને મોરબી સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સવારે થોડા સમય માટે તડકો નીકળ્યા બાદ, બપોરના ચાર વાગ્યાની આસપાસ ફરી વાતાવરણ પલટાયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલા નવલખી બંદર વિસ્તારમાં પણ કમોસમી વરસાદનો પ્રભાવ જોવા મળ્યો હતો. વર્ષમેડી સહિતના દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મીઠાના અગરોમાં અગરિયાઓએ સખત મહેનતથી મીઠાનો પાક તૈયાર કર્યો હતો. ઉનાળામાં વરસાદની કોઈ કલ્પના ન હોવા છતાં, અચાનક આવેલા આ વરસાદથી મીઠાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવન સાથેના કમોસમી વરસાદને કારણે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હાઈવે રોડ પરના હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યા હતા. કેટલાક મોટા વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને વાવેલા ઘઉં સહિતના પાકને પણ આ વરસાદથી મોટો ફટકો પડ્યો છે. લણણી માટે તૈયાર પાકને પણ આ વરસાદથી નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    ડમ્પરની ટક્કર દીકરીના હાથમાં મલ્ટીપલ ફ્રેક્ચર અને 30 ટાંકા:રેપિડો ચલાવતા પિતાએ ઉછીના પૈસે દીકરીની સારવાર કરાવી, ડમ્પર માલિકે હોસ્પિ.નો ખર્ચ ન આપી હાથ અધ્ધર કર્યા
    Next Article
    CAAAના અમૃત મહોત્સવનું ટેકનિકલ ઇવનિંગ સાથે સમાપન:સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ અને પ્રોફેશનલ પ્રેક્ટિસમાં ટેકનોલોજીના ઉપયોગ પર નિષ્ણાતોનું માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment