Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CAAAના અમૃત મહોત્સવનું ટેકનિકલ ઇવનિંગ સાથે સમાપન:સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ અને પ્રોફેશનલ પ્રેક્ટિસમાં ટેકનોલોજીના ઉપયોગ પર નિષ્ણાતોનું માર્ગદર્શન

    9 hours ago

    અમદાવાદના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (CAAA) એ તેના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ 'ટેકનિકલ ઇવનિંગ'નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના 75મા વર્ષના ખાસ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ICAI ની WIRC ના સચિવ તરીકે ચૂંટાવા બદલ આજીવન સભ્ય બિશન શાહનું સન્માન કરાયું હતું. ન્યાયિક ચુકાદાઓ અને ટેકનોલોજી પર મંથન કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે વરિષ્ઠ વકીલ સૌરભ સોપારકરે કરવેરા માળખાને પ્રભાવિત કરનારા સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. બીજી તરફ, મૃગાંક પરીખે વ્યાવસાયિક પ્રેક્ટિસમાં કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીના એકીકરણ પર ભાર મૂક્યો હતો. સેવાકીય પ્રવૃત્તિઓ માટે 10 લાખનું દાન એસોસિએશનના વિકાસ માટે બે પરિવારો તરફથી ઉદાર સહયોગ પ્રાપ્ત થયો હતો. સ્વ. એમ જી પટેલ અને સ્વ. અશ્વિન શાહના પરિવારોએ 5-5 લાખ રૂપિયા મળી કુલ 10 લાખનું દાન આપ્યું હતું. આ રકમનો ઉપયોગ વ્યાવસાયિકોના ટેકનોલોજી અપસ્કીલિંગ અને યુવા સભ્યોના સ્ટડી સર્કલ માટે કરવામાં આવશે. વધતું જતું સભ્યપદ અને ભવિષ્યનું વિઝન CAAA ના પ્રમુખ રૂષભ શાહે જણાવ્યું હતું કે સંસ્થાની તાકાત તેના સમૃદ્ધ વારસામાં છે. આ વર્ષે 150 નવા સભ્યો ઉમેરાયા છે, જે સમુદાયના વધતા વિશ્વાસનું પ્રતીક છે. આર્ટિકલશિપ મેળો અને વાધવાણી ફાઉન્ડેશન સાથેના સહયોગ જેવી પહેલો દ્વારા વ્યાવસાયિક જોડાણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અનેક ભૂતપૂર્વ પ્રમુખો અને વરિષ્ઠ સી.એ. હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં કમોસમી વરસાદ, નવલખી બંદર પર અસર:ભારે પવન સાથે વરસાદથી મીઠાના અગરોને મોટું નુકસાન
    Next Article
    Death, Survival, And Miraculous Escape: Fate Of 5 Brothers In Delhi Fire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment