Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિથલ ગ્રામ પંચાયત ડિજિટલ બની:ગુજરાતમાં પ્રથમવાર વોટ્સએપ ચેટબોટ સેવાનો પ્રારંભ

    15 hours ago

    વલસાડના તિથલ ખાતે નાગરિકોની સુવિધા માટે 'વોટ્સએપ ચેટબોટ સેવા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પંચાયત સ્તરે આ પ્રકારની સેવા શરૂ કરનાર તિથલ પ્રથમ ગ્રામ પંચાયત બની છે. કેન્દ્ર સરકારના 'ડિજિટલ ઈન્ડિયા' અને રાજ્ય સરકારના 'ઈ-ગવર્નન્સ' અભિયાનને છેવાડાના ગામડાં સુધી પહોંચાડવાના આશયથી આ પહેલ કરવામાં આવી છે. તિથલના સરપંચ રાકેશ પટેલે જણાવ્યું કે, આ ચેટબોટ સેવા વેરા વસૂલાત અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવશે. અગાઉ મુંબઈ કે વિદેશમાં રહેતા મિલકતધારકોને વેરો ભરવા માટે રૂબરૂ પંચાયત કચેરીએ આવવું પડતું હતું, જે સમસ્યાનો ઉકેલ હવે ડિજિટલ માધ્યમથી આવશે. ચેટબોટના મુખ્ય ફાયદાઓમાં ઘરબેઠા વેરાની ચુકવણીનો સમાવેશ થાય છે. મિલકતધારકો દુનિયાના કોઈપણ ખૂણેથી મોબાઈલ દ્વારા ગ્રામ પંચાયતનો વેરો ભરી શકશે. ઉપરાંત, કયા દાખલા માટે કયા આધાર-પુરાવા (ડોક્યુમેન્ટ્સ) જોઈએ તેની સંપૂર્ણ યાદી પણ ચેટબોટ પર ઉપલબ્ધ રહેશે. વિવિધ યોજનાઓ કે સેવાઓ માટેના ડિજિટલ ફોર્મ પણ આ ચેટબોટ દ્વારા મેળવી શકાશે, જેથી ગ્રામજનોને પંચાયત કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડશે નહીં. આ નવીનતમ ટેકનોલોજીના અમલીકરણથી વલસાડ જિલ્લાના વહીવટીતંત્રમાં પારદર્શિતા વધશે અને નાગરિકોના સમય તેમજ નાણાંની બચત થશે. આ લોકાર્પણ સમારોહ તિથલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં વલસાડ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અતિરાગ ચપલોત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, પંચાયતના તલાટી કમ મંત્રી, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં સુર-તાલનો ભવ્ય 'ગાના એરેના':શ્રેયસ ફાઉન્ડેશનમાં 15 ગાયકો અને ડાન્સર્સ રજૂ કરશે ક્લાસિકલથી બોલિવૂડ ફ્યુઝનનો સંગમ
    Next Article
    ગરમીનો પારો ચડતા 'ઝૂ'ના વન્યજીવો માટે ખાસ વ્યવસ્થા:સિંહ-વાઘ માટે વોટર પોન્ડ, રીંછને ફ્રુટ કેન્ડી અને પક્ષીઓને ORS અપાશે; ઉનાળાને લઈ કેટલાક પ્રાણીઓનાં ખોરાકમાં મોટો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment