Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીનો પારો ચડતા 'ઝૂ'ના વન્યજીવો માટે ખાસ વ્યવસ્થા:સિંહ-વાઘ માટે વોટર પોન્ડ, રીંછને ફ્રુટ કેન્ડી અને પક્ષીઓને ORS અપાશે; ઉનાળાને લઈ કેટલાક પ્રાણીઓનાં ખોરાકમાં મોટો ઘટાડો

    14 hours ago

    રાજકોટમાં ઉનાળો શરૂ થતાં મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે પ્રાણીઓ-પક્ષીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં પ્રાણી-પક્ષીઓને પીવાના પાણીમાં ORS, પાંજરાઓમાં ફુવારા અને વુડન શેલ્ટર, રીંછ માટે ફ્રુટ કેન્ડી, સિંહ, વાઘ, દિપડાનાં પાંજરામાં વિશાળ પોન્ડ બનાવાયા છે. પ્રાણીને ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય તે માટે કૃત્રિમ ફુવારાઓ ગોઠવવામાં આવ્યા છે. આ સાથે પ્રાણીઓનાં શરીરમાં ગરમીની અસર ઓછી થાય તે માટે ORS આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં શાકાહારી, માંસાહારી પ્રાણીઓ માટે આઇસ કેન્ડી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાને લઈ કેટલાક પ્રાણીઓનાં ખોરાકમાં મોટો ઘટાડો નોંધાયો છે. પ્રાણી-પક્ષીઓને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા પ્રાપ્ત વિગત મુજબ, પ્રદ્યુમ્નપાર્ક ઝુ ખાતે જુદી જુદી 69 પ્રજાતિઓના કુલ 595 વન્ય પ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે. વિવિધ ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને આ તમામ પ્રાણીઓની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર તમામ વન્ય પ્રાણી-પક્ષીઓની ખાસ સંભાળ રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ દરમિયાન સખત તાપ અને ગરમીમાં પ્રાણી-પક્ષીઓને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીથી રાહત મળે તે માટે વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા મુકાયા ઝૂ ખાતે સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે જેવા મોટા કદના પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના તળાવ બનાવાયા છે. જેથી આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પાણીમાં બેસી ગરમીથી રાહત મેળવે છે. આ ઉપરાંત પાંજરામાં વાતાવરણ ઠંડુ રહે તે માટે વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફુવારા મુકાયા છે. તો તમામ પાંજરામાં પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર બેસીને આ પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે. નાના કદના પ્રાણીઓના પાંજરામાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવાઈ ઉપરાંત ઉનાળામાં બપોરે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે રીંછને ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. અને રાત્રિના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પાંજરાઓની અંદર પૂરતી સંખ્યામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે. નાના કદના પ્રાણીઓ વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહૂડી વગેરેના પાંજરામાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવી છે. જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે. પાંજરાઓમાં પુરતા પ્રમાણમાં વૃક્ષો દ્વારા છાંયડાની વ્યવસ્થા ઝુ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર. કે. હિરપરાનાં જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં માંસાહારી પ્રાણીના ખોરાકમાં અંદાજે 10% જેટલો ઘટાડો નોંધાતો હોય છે. જ્યારે સરીસૃપ પ્રજાતિના પ્રાણીઓ જેવા કે મગર, સાપ, કાચબા વગેરેનાં ખોરાકમાં વધારો થાય છે. ત્યારે ગરમીને કારણે ઝૂ ખાતે તમામ પ્રાણી-પક્ષીઓને ઝાડા કે ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીમાં ORS આપવામાં આવે છે. તો તમામ પ્રકારના હરણના પાંજરાઓમાં પુરતા પ્રમાણમાં વૃક્ષો દ્વારા છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે અંદાજિત 7 લાખ મુલાકાતીઓ મુલાકાત લેય છે વધુમાં તેમણે કહ્યું હતું કે, વાંદરાને પાંજરામાં બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર બેસી, તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ વાંદરાને સારી રીતે નિહાળી શકે છે. બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે વાંદરાઓને પણ ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. તો જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓના પાંજરાની ઉપર ખાસ પ્રકારના સૂકા ઘાસ પાથરી, શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર રજાઓ તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય દર વર્ષે અંદાજિત 7 લાખ મુલાકાતીઓ આવતા હોવાનું પણ તેમણે કહ્યું હતું. પ્રાણીઓ-પક્ષીઓ માટે કરવામાં આવેલી સગવડતા
    Click here to Read More
    Previous Article
    તિથલ ગ્રામ પંચાયત ડિજિટલ બની:ગુજરાતમાં પ્રથમવાર વોટ્સએપ ચેટબોટ સેવાનો પ્રારંભ
    Next Article
    Dhurandhar 2 Movie Review, Box Office Collection LIVE Updates: Ranveer Singh starrer crosses Rs 50 crore mark amid cancelled Telugu and Tamil shows

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment