Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી બહેનોની સજ્જડ હડતાલ:'શોષણ બંધ કરો'ના નારા સાથે રણચંડી બની મેદાનમાં ઉતરી કાર્યકર બહેનો

    1 week ago

    આંગણવાડી બહેનો પોતાના હક અને સન્માનજનક વેતન માટે છેલ્લા લાંબા સમયથી લડત ચલાવી રહેલી ગુજરાતની અંદાજે 80 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ત્રણ દિવસની સજ્જડ હડતાલ અને તાળાબંધીનું શસ્ત્ર ઉગામ્યું છે, ત્યારે આજરોજ ભાવનગર જિલ્લામાં પણ આઠ જેટલા તાલુકાની બહેનોએ શહેર ના મોતીબાગ ટાઉનહોલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ સરકારની નીતિઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો, ​CITU ના ગુજરાત રાજ્ય મહામંત્રી અરુણ મહેતાએ જણાવ્યું હતું કે, 2018 પછી કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી, મોંઘવારીના આ સમયમાં રૂ.10,000 માં ઘર ચલાવવું અશક્ય છે સરકાર ડિજિટલ કામ કરાવવા માંગે છે પણ સુવિધા આપતી નથી, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી તાત્કાલિક ધોરણે લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવે, આ આંદોલનના મુખ્ય કેન્દ્રમાં પગાર વધારાનો મુદ્દો છે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર માટે રૂ.24,800 અને તેડાગર માટે રૂ.20,300 ના પગારનો હુકમ કર્યો હતો જોકે, આ ચુકાદાનો અમલ કરવાને બદલે સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચતા બહેનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, ​ભાવનગર જિલ્લા પ્રમુખ રાજેશ્રીબા ગોહિલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા પાંચ દિવસથી ઓનલાઇન કામગીરી બંધ કરી છે જો સરકાર અમારી સાથે બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો આ લડત હજુ વધુ ઉગ્ર બનશે, તાલુકા પ્રમુખ રમીલાબા ગોહિલે ઉમેર્યું હતું કે, 2022માં નવા મોબાઈલ આપવાનું વચન અપાયું હતું, પરંતુ 2026 સુધી હજુ જૂના અને ખામીયુક્ત મોબાઈલમાં અથવા વ્યક્તિગત ફોનમાં કામ કરવું પડે છે નવી એપ્લિકેશનો સામે પૂરતા સાધનોની માંગ, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ નિવૃત્તિની વય મર્યાદા 58થી વધારીને 60 વર્ષ કરવામાં આવે, મે મહિનાની કાળઝાળ ગરમીમાં શાળાઓની જેમ આંગણવાડીઓમાં પણ કોમન વેકેશન જાહેર કરવામાં આવે, ગેસ સિલિન્ડર, મરી-મસાલા અને ફ્રૂટના પૈસા જે 4-4 મહિના સુધી અટવાયેલા રહે છે તેનું સમયસર ચુકવણું થાય. સરકાર અમારું શોષણ કરી રહી છે અને અમને 'ગુલામ' જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા છે, આજે બીજા દિવસે રાજ્યભરમાં અંદાજે 80,000 થી વધુ બહેનો હડતાલમાં જોડાઈ છે, ત્યારે સંગઠનોએ ચીમકી આપી છે કે, જો 12 જેટલી વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બહેનો કામગીરીથી અળગી રહી આંદોલનને વધુ તેજ બનાવશે...
    Click here to Read More
    Previous Article
    નવસારીના રસ્તાઓ બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી:ડ્રેનેજ અને રોડ વાઈડનીંગના કામમાં ઢીલાશથી સ્થાનિકોમાં રોષ, કમિશનરે 15 એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ થવાની ડેડલાઈન આપી
    Next Article
    અમદાવાદમાં સુર-તાલનો ભવ્ય 'ગાના એરેના':શ્રેયસ ફાઉન્ડેશનમાં 15 ગાયકો અને ડાન્સર્સ રજૂ કરશે ક્લાસિકલથી બોલિવૂડ ફ્યુઝનનો સંગમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment