Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધૂળ પર ડામર પાથરતા હોવાનો વેપારીઓનો આક્ષેપ:​માણાવદરમાં સફાઈ વગર જ પેચવર્ક શરૂ કરાતા વેપારીઓનો હલ્લાબોલ; ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્થળ પર પહોંચી એન્જિનિયરનો ઉધડો લીધો

    1 week ago

    માણાવદર શહેરના તિલક ચેમ્બરથી મિતડી રોડ પર ચાલી રહેલી પેચવર્કની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ સાથે વેપારીઓએ કામ અટકાવી દીધું હતું. રોડની સફાઈ કર્યા વગર જ ધૂળ પર ડામર પાથરવામાં આવતો હોવાનું જણાતા વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કરી હતી, જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ​વેપારીઓનો આક્ષેપ: "ધૂળ પર જ ડામર મારી દેવામાં આવે " ​સ્થાનિક વેપારી મિતલભાઈ ગરાળાએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, "તિલક ચેમ્બરથી નરેન્દ્રના રોડ સુધી જે ડામરનું કામ ચાલતું હતું, ત્યાં કોઈ પણ પ્રકારની સાફ-સૂફી કર્યા વગર જ કામ શરૂ કરી દેવાયું હતું. અમે એન્જિનિયરને રજૂઆત કરી પણ તેઓ સમજતા નહોતા, જેથી અમે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને બોલાવ્યા હતા. જો ધૂળ પર જ ડામર મારી દેવામાં આવે તો આ રોડ 15 દિવસ પણ ટકતો નથી. ધારાસભ્યની ધારદાર રજૂઆત બાદ હવે તંત્ર સફાઈ કરવા વળગ્યું છે. ​વેપારીઓના આક્રોશને જોતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરોને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે, રોડની પ્રોપર સફાઈ કર્યા બાદ જ પેચવર્કની કામગીરી આગળ વધારવી. ધારાસભ્યની સૂચના અને વેપારીઓના વિરોધ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યાર બાદ જ વેપારીઓએ કામ શરૂ કરવા દીધું હતું. ​RB અધિકારીએ કહ્યું "અમે તો સફાઈ કરતા જ હતા" ​બીજી તરફ, ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે માર્ગ અને મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ સાગર પરમારે તંત્રનો બચાવ કરતા વિચિત્ર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે "માણાવદરથી મિતડી સુધી પેચવર્કનું કામ ચાલુ છે. સફાઈ નથી થતી એવો માત્ર ઇસ્યુ હતો, બાકી અમે સફાઈ તો કરતા જ હતા. અમારે માત્ર કાંકરી રાખવાની હતી અને ધૂળ ઉડાડી દેવાની હતી. વેપારીઓનો આક્ષેપ છે કે સફાઈ કર્યા વગર જ ડામર પાથરી દેવાયો છે,"ત્યારે સાગર પરમારે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, "ના ના, અમે સફાઈ કરેલી જ છે." જોકે, જો સફાઈ થઈ જ હતી તો ધારાસભ્યના આવ્યા બાદ ફરીથી સફાઈ કેમ શરૂ કરવી પડી? તેવા સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે. હાલ તો ધારાસભ્યની મધ્યસ્થી બાદ કામગીરી યોગ્ય રીતે શરૂ થઈ છે, પરંતુ તંત્રની આવી લોલંલોલ નીતિ સામે વેપારીઓમાં રોષ યથાવત છે.
    Click here to Read More
    Previous Article
    બે મહિનાથી પાછળ પાછળ ફરતો:કાંકરિયામાં મોર્નિંગ વોક અને યોગા ક્લાસીસમાં જતી મહિલા પાછળ આધેડ પડ્યો, પોલીસે ધરપકડ કરી
    Next Article
    નવસારીના રસ્તાઓ બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી:ડ્રેનેજ અને રોડ વાઈડનીંગના કામમાં ઢીલાશથી સ્થાનિકોમાં રોષ, કમિશનરે 15 એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ થવાની ડેડલાઈન આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment