Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે મહિનાથી પાછળ પાછળ ફરતો:કાંકરિયામાં મોર્નિંગ વોક અને યોગા ક્લાસીસમાં જતી મહિલા પાછળ આધેડ પડ્યો, પોલીસે ધરપકડ કરી

    5 days ago

    અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે મોર્નિંગ વોક અને યોગામાં આવતી મહિલાનો પીછો કરી તેને ફોલો કરનાર આધેડની મણિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી બે મહિનાથી મહિલાની પાછળ પાછળ ફરતો હતો, જ્યારે સવારે ચાલવા આવતા હતા અને યોગામાં જતા હતા ત્યારે તેની પાછળ ફોલો કરતો રહેતો હતો. છેવટે મહિલાએ કંટાળીને તેમના પતિને જાણ કરી હતી અને બાદમાં સમગ્ર મામલે મણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નબી અહેમદ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી છે. મોર્નિંગ વોક માટે જતી હતી ત્યારે અજાણ્યો શખસ પાછળ જતો હતો મળતી માહિતી મુજબ શહેરના મણીનગર વિસ્તારમાં મહિલા તેના પરિવાર સાથે રહે છે કાંકરિયા તળાવ ખાતે દરરોજ મહિલા મોર્નિંગ માટે જાય છે તેમજ યોગા ક્લાસીસમાં પણ જાય છે. નવી અહેમદ પઠાણ નામનો વ્યક્તિ છેલ્લા બે મહિનાથી તેમની પાછળ પાછળ આવતો જતો હતો. પહેલા જ્યારે સવારે કાંકરિયા તળાવ ખાતે મોર્નિંગ વોક માટે જતી હતી ત્યારે તેની પાછળ પાછળ જતો હતો. જ્યારે યોગા ક્લાસીસમાં જતી હતી ત્યારે પણ તેને ફોલો કરતો જતો હતો. બે મહિનાથી સતત મહિલાની પાછળ પાછળ ફરતો હોવાને લઈને છેવટે મહિલાએ કંટાળીને તેના પતિને આ બાબતે જાણ કરી હતી. મહિલાની પાછળ પાછળ ફરી અને તેની છેડતી કરતો હોવા અને લઈને પતિ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણ કરવામાં આવી હતી જે બાદ મણીનગર પોલીસે સમગ્ર મામલે આરોપી નબી અહેમદ પઠાણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મીની વાવાઝોડા સાથે રાજકોટ-જામનગરમાં કરાનો વરસાદ:કચ્છના નાના રણમાં ભયાનક વંટોળના દૃશ્યો, આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
    Next Article
    ધૂળ પર ડામર પાથરતા હોવાનો વેપારીઓનો આક્ષેપ:​માણાવદરમાં સફાઈ વગર જ પેચવર્ક શરૂ કરાતા વેપારીઓનો હલ્લાબોલ; ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્થળ પર પહોંચી એન્જિનિયરનો ઉધડો લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment