Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનેસ્કોની ટીમ અમદાવાદ હેરીટેજ સિટીની મુલાકાતે:કાલુપુર રેલવે સ્ટેશન અને ભદ્ર કિલ્લાનું નિરીક્ષણ કર્યું, બાંધકામથી વિરાસતને જોખમ છે કે કેમ તેની તપાસ કરી

    5 days ago

    યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઇકોમોસ)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ દેશમાં વૈશ્વિક ઓળખ ધરાવનાર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ત્રણ દિવસની મુલાકાતે આવ્યું છે. ત્યારે આજે 19 માર્ચના રોજ યુનેસ્કોની તેમના પ્રતિનિધિઓ દ્વારા કોટ વિસ્તારમાં હેરિટેજ સ્થળોની આસપાસ કરવામાં આવેલા બાંધકામોની મુલાકાત લીધી હતી. હેરિટેજ વેલ્યુ પર બાંધકામને લઈને શું અસર થશે તેની માહિતી મેળવી યુનેસ્કોના પ્રતિનિધિ મંડળે શહેરના દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ અને ફાયર સ્ટેશન, કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ અને ભદ્ર કિલ્લા સહિતના હેરિટેજ સ્થળો પર ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ હેરિટેજ સ્થળોની આસપાસ કોઈ બાંધકામ કરવામાં આવે છે ત્યારે હેરિટેજ વેલ્યુને કોઈ અસર નથી થતી તેનું નિરીક્ષણ કરવા માટે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એટલે કે હેરિટેજ વેલ્યુ પર બાંધકામને લઈને શું અસર થઈ શકે છે અને શું અસર થશે તે અંગે સમગ્ર માહિતી મેળવી હતી. જમાલપુર દાણાપીઠ, કાલુપુર રેલવે સ્ટેશન, ભદ્ર કિલ્લાની મુલાકાત લીધી યુનેસ્કોના પ્રતિનિધિ મંડળ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવશે અને આ સમગ્ર બે દિવસ દરમિયાન તેમણે શું નિરીક્ષણ કર્યું તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેરિટેજના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે. પ્રતિનિધિ મંડળ દ્વારા જમાલપુર દાણાપીઠ ખાતે ફાયર સ્ટેશન અને પાર્કિંગ, કાલુપુર રેલવે સ્ટેશન, ભદ્ર કિલ્લાની મુલાકાત લીધી હતી. બપોર બાદ દાણાપીઠ ખાતે સરદાર પટેલ ભવનમાં નવા બની રહેલા હેરિટેજ બિલ્ડીંગ સહિતની મુલાકાત લેશે. ડેવલોપમેન્ટનો સૌથી મોટો પ્રોજેક્ટ કાલુપુર રેલવે સ્ટેશનનો વર્લ્ડ હેરિટેજ સિટીમાં ઓળખ ધરાવતા એવા કોટ વિસ્તારમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે. ત્યારે હેરિટેજ સ્થળોની આસપાસ કેટલાક ડેવલોપમેન્ટના કામ ચાલી રહ્યા છે, જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ કાલુપુર રેલવે સ્ટેશનનો છે. ઐતિહાસિક ઝુલતા મિનારા સહિત અલગ અલગ મસ્જિદો કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ આવેલી છે. ત્યારે તેને કોઈ અસર થાય છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. દાણાપીઠ ફાયર સ્ટેશન ઐતિહાસિક જુમ્મા મસ્જિદની નજીક બની રહ્યું છે ત્યારે તેની ઊંચાઈથી લઈ અને કેવું દેખાય છે તે અંગે તેમણે માહિતી મેળવી હતી. શહેરના વિવિધ હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડની આસપાસ પણ આસ્ટોડિયા દરવાજા અને કિલ્લાની દીવાલ તેમજ ઐતિહાસિક ભદ્ર કિલ્લાનું પણ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. તે અંગે સમગ્ર માહિતી આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રયાગ લંગાળિયા અને હેરિટેજ વિભાગના અધિકારીઓ સાથે તેમણે શહેરના હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી હતી. અધિકારીઓને કરેલી રજૂઆત પ્રમાણે કામ થયું છે કે કેમ તે ચકાસ્યું કાલુપુર રેલવે સ્ટેશન અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ તેમજ ફાયર સ્ટેશન પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ મામલે કેટલાક પ્રશ્નો હોવાથી આ બાબતે તેમણે અધિકારીઓને અગાઉ રજૂઆત કરી હતી. જે બાદ કેટલાક ફેરફાર અને તેમાં તે મુજબનું બાંધકામ કરવાની પ્રક્રિયા કરાય છે કે કેમ વગેરે અંગે આ સ્થળો ઉપર તેમણે જાતે નિરીક્ષણ કરી અને તેના ફોટોગ્રાફ્સ પાડ્યા હતા. AMCના મધ્ય ઝોનના અને હેરિટેજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુનેસ્કોના પ્રતિનિધિ મંડળ દ્વારા 18મી માર્ચના રોજ દાણાપીઠ મ્યુનિસિપલ ઓફિસ ખાતે એક મહત્ત્વની બેઠક મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના અને હેરિટેજ વિભાગના અધિકારીઓ સાથે કરી હતી. આ બેઠકમાં યુનેસ્કો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને ઇકોમોસના ટેકનિકલ રિવ્યુ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પ્રિસિન્ટ ડેવલોપમેન્ટ, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ એવા બંને પ્રોજેક્ટના કારણે કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થવાનું જોખમ હોવાની બાબતો તેમજ હેરિટેજ ઇમારતોને નુકસાનને અટકાવવા શું કરવામાં આવ્યું તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી . છેલ્લા 8 મહિનામાં 112 મકાનોના રિસ્ટોરેશનને મંજૂરી મળ્યા બાદ, આ કામગીરી કેટલી અસરકારક છે તેની પણ તપાસ કરી ચર્ચા કરી છે. બારીકાઈથી નિરીક્ષણ કરવા સ્થળ મુલાકાત લઈને ફોટોગ્રાફ્સ લીધાં આજે 19મી માર્ચના રોજ સવારના સમયે ઇકોમોસના એક્સપર્ટ એલિઝાબેથ વાઈન્સ અને યુનેસ્કોના એકસપર્ટ રોલેન્ડ લિન પોતે દાણાપીઠ ફાયર સ્ટેશન અને કાલુપુર રેલ્વે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ્સ સ્થળ પર કેવા દેખાય છે અને તેનાથી આસપાસના ઐતિહાસિક માળખા પર શું અસર પડી રહી છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે સ્થળ પર મુલાકાત લઈને ફોટોગ્રાફ્સ લીધાં હતા. ટીમ દ્વારા 'રિયેક્ટિવ મોનિટરિંગ મિશન' દરમિયાન ટીમ દ્વારા ભદ્રના કિલ્લાના સંરક્ષણ, સરદાર પટેલ મ્યુઝિયમના સંરક્ષણ અંગે પણ બપોર બાદ મુલાકાત લઇ નિરીક્ષણ કરાશે. 21મી માર્ચના રોજ મ્યુનિસિપલ કમિશનર સાથેની અંતિમ બેઠક બાદ આ ટીમ દિલ્હી પરત ફરશે. યુનેસ્કોનો આ રિપોર્ટ અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટી મહત્ત્વનું સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ભારે પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી:રસ્તા પર વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન, પશુઓ આમ-તેમ દોડવા લાગ્યા
    Next Article
    Rajkot Crime News | રાજકોટમાં પ્રદીપ જોટાંગીયા ઘરે પોલીસ તપાસ | Police Inquiry | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment