Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ભારે પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી:રસ્તા પર વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન, પશુઓ આમ-તેમ દોડવા લાગ્યા

    17 hours ago

    જામનગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. આ ઘટનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પવનની તીવ્ર ગતિને કારણે રસ્તા પર દ્રશ્યતા ઓછી થઈ ગઈ હતી. ઘણા વાહનચાલકોને પોતાના વાહનો રોકી દેવાની ફરજ પડી હતી. થોડી ક્ષણો માટે જાણે વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. પવનના સુસવાટાને કારણે રસ્તા પરના પશુઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. પશુઓ આમ-તેમ દોડવા લાગ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં પણ નાસભાગ મચી હતી. હોર્ડિંગ્સ અને ઝાડની ડાળીઓ પણ ભારે પવનથી હલવા લાગી હતી. ભારે પવન ફૂંકાયા બાદ જામનગરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ધૂળની ડમરીઓ પછી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ અચાનક આવેલા પલટાથી તંત્ર અને નાગરિકો બંનેને સાવચેત રહેવું પડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ:ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતા
    Next Article
    યુનેસ્કોની ટીમ અમદાવાદ હેરીટેજ સિટીની મુલાકાતે:કાલુપુર રેલવે સ્ટેશન અને ભદ્ર કિલ્લાનું નિરીક્ષણ કર્યું, બાંધકામથી વિરાસતને જોખમ છે કે કેમ તેની તપાસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment