Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ:ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતા

    15 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે 18 થી 21 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી, જેના અનુરૂપ હવે દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. આ અચાનક આવેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. હાલ કેટલાક પાક કાપણીના તબક્કામાં છે અને ખેતરોમાં કાપીને રાખેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો તેમના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી વિભાગે અગાઉ જ ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી હતી. ખાસ કરીને ખુલ્લા મેદાનમાં પડેલા પાકને સુરક્ષિત રાખવા, ખાતર-બિયારણને ભેજથી બચાવવા અને આ દિવસોમાં જંતુનાશક દવાઓ તથા રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવા સૂચના અપાઈ હતી. કૃષિ ઉપજ બજાર સમિતિઓને પણ વેપારીઓને અનાજ અને ખેતપેદાશોને શેડ નીચે રાખવા જણાવાયું હતું. વરસાદ શરૂ થતાં વિભાગે ખેડૂતોને ફરી એકવાર સાવચેત રહેવા અને આગોતરા પગલાં લઈ પાકને સંભવિત નુકસાનથી બચાવવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં આગામી દિવસોમાં પણ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નબળું પડી ગયેલું ઈરાન યુદ્ધને લાંબું શા માટે ખેંચી રહ્યું:શરણાગતિનો ઇનકાર, યુદ્ધને મોંઘું બનાવીને દુશ્મનને ઝુકાવવાના પ્રયાસમાં વ્યસ્ત
    Next Article
    જામનગરમાં ભારે પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી:રસ્તા પર વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન, પશુઓ આમ-તેમ દોડવા લાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment