Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કાર્યક્રમ:શુદ્ધ ઉત્પાદન માટે જૂની દેશી ખેતી અપનાવવા ભાર

    17 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે ગુરુવારે પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન અને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન સેન્ટર ફોર ઓર્ગેનિક એગ્રિકલ્ચર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના સ્ટેટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ભવદીપ વ્યાસ અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર ગોવિંદભાઈ ઠાકોરે ખેડૂતોને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લિખિત 'પ્રાકૃતિક કૃષિ' પુસ્તકનું વિતરણ કર્યું હતું. ક્લસ્ટર ઇન્ચાર્જ બ્રિજેશ વ્યાસે માહિતી આપી હતી કે ચંદ્રુમાણા, ભલગામ અને માનપુર ગામના ક્લસ્ટરમાં હાલ 125 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અધિકારીઓએ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકારનું પ્રમાણપત્ર એ પ્રાકૃતિક ખેડૂતનો આધાર છે અને પ્રાકૃતિક ખેતી એ જૂની દેશી ખેતીનું જ બીજું નામ છે, જે તરફ આપણે પાછા ફરવું જોઈએ. અધિકારીઓએ વિવિધ ખેડૂતો સાથે વાતચીત કરીને જાણકારી મેળવી હતી. સરકાર પ્રાકૃતિક ઉત્પાદનોને પોષણક્ષમ વળતર મળી રહે તે માટે પ્રમાણપત્રના આધારે ઈ-નામ પોર્ટલ ઉપરથી સીધું માર્કેટિંગ કરી શકાય અને અલગથી હરાજી થાય તેવી વિચારણા કરી રહી છે. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, ભીખુભાઈ પટેલ, અમરતભાઈ દેસાઈ, નીતિનભાઈ વ્યાસ, વિરેશ ડી. વ્યાસ, ગ્રામસેવક વિપુલભાઈ સોલંકી અને કૃષિ સખી ધર્મિષ્ઠાબેન વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા:10 લોકો નહાવા પડ્યા ને એક ડૂબવા લાગ્યો, બચાવવા જતાં બીજો પણ પાણીમાં ગકરાવ; ફાયર, 108 અને પોલીસ ટીમ ઘટનાસ્થળે, શોધખોળ ચાલુ
    Next Article
    ફાર્મ હાઉસની રખેવાળી કરતા ચોકીદારનું જ ઘર અસુરક્ષિત:કલોલમાં પિતા પુત્રની બોર્ડની પરીક્ષા અપાવવા ગયા ને તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું, 2.80 લાખના દાગીના ચોરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment