Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા:10 લોકો નહાવા પડ્યા ને એક ડૂબવા લાગ્યો, બચાવવા જતાં બીજો પણ પાણીમાં ગકરાવ; ફાયર, 108 અને પોલીસ ટીમ ઘટનાસ્થળે, શોધખોળ ચાલુ

    5 days ago

    હળવદ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા દસ યુવાન પૈકી બે યુવાન ડૂબવા લાગ્યા હતા. આ ઘટના આજે બપોરના સમયે બની હતી. ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ માટે ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, હળવદ પાસે આવેલા કચ્છ ફ્રુટ માર્કેટમાં મજૂરી કરતા કુલ દસ યુવાન નર્મદા કેનાલમાં નહાવા ગયા હતા. તેમાંથી એક યુવાન પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા જતા અન્ય એક યુવાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ડૂબી ગયેલા યુવાનોના નામ પરાશરામ દમારામ જાટ (ઉંમર 20) અને રાજુરામ જાટ (ઉંમર 27) હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ હળવદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હળવદ પોલીસને પણ જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સુધી ડૂબી ગયેલા બંને યુવાનોનો કોઈ પત્તો લાગ્યો નથી અને તેમને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવાયાર્ડમાં રહેતો યુવાન છાણી કેનાલમાં ડૂબ્યો:મોડીરાતે રાહદારીની નજર પડતા ફાયર વિભાગને જાણ કરી, સવારે લાશ મળી
    Next Article
    ચંદ્રુમાણામાં પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કાર્યક્રમ:શુદ્ધ ઉત્પાદન માટે જૂની દેશી ખેતી અપનાવવા ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment