Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવાયાર્ડમાં રહેતો યુવાન છાણી કેનાલમાં ડૂબ્યો:મોડીરાતે રાહદારીની નજર પડતા ફાયર વિભાગને જાણ કરી, સવારે લાશ મળી

    5 days ago

    વડોદરા શહેરના નવાયાર્ડ ખાતે રહેતો એક 24 વર્ષીય યુવાન છાણી નજીક કેનાલમાં ડૂબી ગયો હતો, જે અંગેનો કોલ ફાયર વિભાગને મોડી રાતે મળ્યો હતો. જો કે મોડીરાતે તેની લાશ મળી ન હતી. આજે સવારે ફાયર વિભાગે પુનઃ શોધખોળ આરંભી હતી, દરમિયાન યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. રાતે 12.30 વાગે યુવાન ડૂબ્યો હતો મધ્ય રાત્રિએ 12.30 વાગ્યાની આસપાસ આ યુવાન કેનાલમાં પડ્યો હતો, જેના પગલે કેનાલની આસપાસ લોકોની ભીડ પણ જમા થઈ હતી. દરમિયાન નોકરીએથી પરત ફરી રહેલા એક વ્યક્તિએ યુવાન કેનાલમાં પડ્યો હોવાની માહિતી ઇમરજન્સી સેવા 108 અને ત્યાર બાદ ફાયર વિભાગને જાણ કરી હતી. કોલ મળતા જ 108 અને ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. જો કે, રાતે મૃતદેહ મળ્યો ન હતો, જેથી સવારે પુનઃ શોધખોળ આરંભવામાં આવી હતી. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક નવાયાર્ડ વિસ્તારમાં રહેતો કૃણાલ પાર્થે હોવાનું જાણવા મળ્યું છે. રેલવેમાં નોકરી કરતા વ્યક્તિએ જાણ કરી રેલવે વિભાગમાં નોકરી કરતા સુરેશ રોહિત નામના વ્યક્તિ રાતે નોકરી પરથી પરત ફરી રહ્યા હતા, તેઓએ આ અંગેની જાણ કરી હતી. સુરેશ રોહિતના જણાવ્યા અનુસાર, તેઓ નોકરીથી ઘરે જઈ રહ્યા હતા, તે વેળા કેનાલ પાસે ચાર-પાંચ લોકો ઊભા હતા. તેઓએ કેનાલમાં એક યુવકને ડૂબતો જોયો હતો. તેમાં તેના મોબાઇલની લાઇટ પણ જોવા મળતી હતી, જેથી તેઓએ તાત્કાલિક 108 અને ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યાં ઉપસ્થિત કોઈને તરતા આવડતું ન હતું, ઉપરાંત કેનાલમાં પાણીનો પ્રવાહ પણ ખૂબ હતો, જેથી ત્યાં એકત્રિત થયેલા ટોળામાંથી કોઈએ કેનાલમાં ઝંપલાવવાની હિંમત કરી ન હતી. આજવા ગાર્ડન પાસે પણ કેનાલમાંથી મહિલાની લાશ મળી વડોદરા ફાયર વિભાગની ટીમને માહિતી મળી હતી કે, આજવા ગાર્ડન પાસે કેનાલમાં એક વ્યક્તિનો મૃતદેહ જણાઈ રહ્યો છે, જેના આધારે શોધખોળ કરતા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે ત્યારબાદ કેનાલમાં એક યુવતીનો પણ મૃતદેહ હોવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમે પુનઃ શોધખોળ આરંભી છે. જો કે આજે (19 માર્ચ) બપોર સુધીમાં કંઇ મળી આવ્યું ન હતું.
    Click here to Read More
    Previous Article
    પ્રેમ સંબંધમાં જન્મેલા બાળકને ત્યજી દીધું:અમદાવાદ સિવિલમાં બાળકને જન્મ આપ્યો અને રજા આપતાં જ પાણીપુરીની લારીમાં તરછોડી, આરોપી માતાની ધરપકડ
    Next Article
    હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા:10 લોકો નહાવા પડ્યા ને એક ડૂબવા લાગ્યો, બચાવવા જતાં બીજો પણ પાણીમાં ગકરાવ; ફાયર, 108 અને પોલીસ ટીમ ઘટનાસ્થળે, શોધખોળ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment