Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમ સંબંધમાં જન્મેલા બાળકને ત્યજી દીધું:અમદાવાદ સિવિલમાં બાળકને જન્મ આપ્યો અને રજા આપતાં જ પાણીપુરીની લારીમાં તરછોડી, આરોપી માતાની ધરપકડ

    5 days ago

    શહેરના ભાટ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક કોઠારી હોસ્પિટલ પાસે બે દિવસના બાળકને ત્યજી દેવાના કિસ્સામાં એરપોર્ટ પોલીસ દ્વારા માતાની ધરપકડ કરવામાં આવી છે. પાડોશી યુવક સાથે પ્રેમ સંબંધમાં મહિલા ગર્ભવતી થઈ હતી. મહિલાએ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો અને હોસ્પિટલમાંથી રજા આપવાની સાથે જ તેણે બાળકને કોઠારી હોસ્પિટલ પાસે આવીને પાણીપુરીની લારીમાં તે હજી દીધું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવીની તપાસ કરી જી ડિવિઝન એસીપી વી.એન.યાદવે જણાવ્યું હતું કે ભાટ ગામના ઇન્દિરા બ્રિજ પાસે આવેલી કોઠારી હોસ્પિટલ નજીક ત્રણ દિવસ પહેલા એક નવજાત શિશુ પાણીપુરીની લારીમાં મળી આવ્યું હતું. આ બાબતે પોલીસને જાણ થતા એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી કુટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. બે મહિલાઓ લારીમાં બાળકને ત્યજી જતી હોવાનું જોવા મળ્યું હતું. જેથી આસપાસમાં આવેલી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલના અલગ અલગ સીસીટીવી ફૂટેજીસ તપાસ્યા હતા જેમાં 17 માર્ચના રોજ સિવિલ હોસ્પિટલમાં બાળક અને જન્મ આપી રજા લઈને જતી મહિલા જોવા મળી હતી. એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલા અને ત્યજેલા બાળકની મહિલાની ઓળખ કરવામાં આવી હતી. જેમાં કુબેરનગર વિસ્તારમાં જ રહેતી મહિલા હોવાનું સામે આવ્યું હતું જે મહિલાની અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 2010માં તેના છૂટાછેડા થયા હતા. હાલમાં તેને બે બાળકો છે. છૂટાછેડા બાદ તેને પાડોશમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને જેના થકી ગર્ભવતી બની હતી અને જે બાદ તેણે બાળકને જન્મ આપ્યો હતો. જોકે સમાજમાં બદનામીના ડરે તેણે બાળકને જન્મ આપ્યા બાદ જ તરત જ ત્યજી દીધું હતું. ત્યજી દેવામાં આવેલું બાળક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તંદુરસ્ત છે. મહિલાની અટકાયત કરી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બાબતે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એક યુવકને પ્રેમ કરવા બાબતે બે મહિલાઓ ઝઘડી:વટવાની પરિણીતાને રિક્ષામાં પ્રેમી સાથે વાત કરવાના બહાને લઈ ગઈ, ગડદાપાટુનો માર મારી કાતરથી વાળ કાપ્યા
    Next Article
    નવાયાર્ડમાં રહેતો યુવાન છાણી કેનાલમાં ડૂબ્યો:મોડીરાતે રાહદારીની નજર પડતા ફાયર વિભાગને જાણ કરી, સવારે લાશ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment