Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક યુવકને પ્રેમ કરવા બાબતે બે મહિલાઓ ઝઘડી:વટવાની પરિણીતાને રિક્ષામાં પ્રેમી સાથે વાત કરવાના બહાને લઈ ગઈ, ગડદાપાટુનો માર મારી કાતરથી વાળ કાપ્યા

    17 hours ago

    મૂળ બગોદરાની રહેવાસી અને હાલમાં વટવા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતા વટવા GIDCમાં નોકરી કરતી હતી, ત્યારે રિક્ષાચાલક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિણીતાના પ્રેમીને અન્ય મહિલા સાથે પણ પ્રેમ સંબંધ થયો હતો. જે બાબતે મહિલાએ પરિણીતાને તેના ઘર પાસે બોલાવી અને રિક્ષામાં બેસાડી તેના પ્રેમીને મળવાના બહાને લઇ ગઈ હતી. ચાલુ રિક્ષામાં મહિલાને માર માર્યો હતો. જાતિ વિષયક શબ્દો બોલીને કાતરથી વાળ કાપ્યા હતા. ગભરાયેલી પરિણીતાએ હવે હું વાતચીત નહીં કરું એમ કહેતા તેને પરત તેના ભાઈના ઘરે ઉતારી દીધી હતી. બાદમાં મહિલા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ સમગ્ર મામલે વટવા પોલીસે ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાના લગ્ન વર્ષ 2025માં થયા હતા શહેરના વટવા વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતા તેના ભાઈ સાથે રહે છે. વર્ષ 2025માં મહિલાના લગ્ન થયા હતા. જોકે, બે મહિના પહેલાં જ સાસરીવાળા તેને તેના મૂળ ગામે પીયરમાં મૂકી ગયા હતા. બાદમાં તેના ભાઈના ઘરે વટવા ખાતે રહેવા આવી ગઈ હતી. અઢી વર્ષ પહેલા વટવા GIDC ખાતે આવેલી જિંદાલ કંપનીમાં નોકરી કરવા જતી હતી. આ દરમિયાન પરિણીતાને એક રિક્ષાચાલક સાથે ઓળખાણ થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. રિક્ષાચાલકને ફોન કરતા અન્ય મહિલાએ ફોન ઉપાડ્યો દોઢ મહિના પહેલા ભારતી પટણી નામની મહિલા સાથે રિક્ષાચાલકની ઓળખાણ થઈ હતી. જેથી રિક્ષાચાલકે પરિણીતા સાથે વાતચીત કરવાનું ઓછું કરી નાખ્યું હતું. 14 માર્ચના રોજ પરિણીતાએ રિક્ષાચાલકને ફોન કરતા ભારતીએ ફોન ઉપાડીને કહ્યું કે, તમે કોણ બોલો... જેના જવાબમાં પરિણીતાએ પોતાની ઓળખ આપી હતી. જેથી ભારતીએ કહ્યું હતું કે, તું ક્યાં રહે છે. હું ત્યાં આવું છું એમ કહી એક મહિલા સાથે રિક્ષા લઈને ત્યાં આવી હતી. પરિણીતા સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર માર્યો ભારતીએ જણાવ્યું હતું કે, અત્યારે હાલ રોપડા ખાતે હોવાથી ત્યાં જઈએ છીએ. તું પણ ત્યાં ચાલ અને તારી તેની સાથે વાત કરાવી દઈશું. ભારતી અને તેની સાથે તેની માસીની દીકરી પારૂલ પણ આવી હતી. તેઓ ત્રણેય રિક્ષામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન વટવા દુર્ગાનગર પાસે પહોંચતા જ ભારતીએ રિક્ષાચાલકને પ્રેમ કરતા હોવા બાબતે પરિણીતા સાથે બોલાચાલી શરૂ કરી હતી. ભારતીએ પરિણીતાને જાતિ વિષયક શબ્દો બોલી ગળા ઉપર તેને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. ભારતીએ કાતર વડે પરિણીતાના માથાના વાળ કાપ્યા પારૂલે પણ પરિણીતાને માર માર્યો હતો. બાદમાં હાથીજણ સર્કલ પાસે પહોંચતા જ ત્યાં રિક્ષા ઉભી રાખી હતી અને ભારતીએ કાતર કાઢી પરિણીતાના માથાના વાળ કાપવાની શરૂઆત કરી હતી. પરિણીતાએ વાળ કાપવાની ના પાડી હતી જેથી તેની સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં મોબાઈલ ફોન નીચે પડી ગયો હતો. બાદમાં ગભરાયેલી પરિણીતાએ હવે હું ફરી વાતચીત નહીં કરું તેમ કહેતા ફરીથી તેને વટવા ખાતે તેના ભાઈના ઘરે ઉતારીને જતા રહ્યા હતા. પરિણીતાની વટવા પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ફરિયાદ ગડદાપાટુના મારથી ઇજા થતા સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, પરિણીતાએ બે દિવસ બાદ આ સમગ્ર મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માંડવી ગેટ પાસે વર્ષ જૂની કપડાંની દુકાનમાં ભીષણ આગ:લાકડાના મકાનમાં પ્રસરેલી આગ અડધા કલાકે કાબૂમાં આવી, વેપારીને લાખોનું નુકસાન
    Next Article
    પ્રેમ સંબંધમાં જન્મેલા બાળકને ત્યજી દીધું:અમદાવાદ સિવિલમાં બાળકને જન્મ આપ્યો અને રજા આપતાં જ પાણીપુરીની લારીમાં તરછોડી, આરોપી માતાની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment