Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંડવી ગેટ પાસે વર્ષ જૂની કપડાંની દુકાનમાં ભીષણ આગ:લાકડાના મકાનમાં પ્રસરેલી આગ અડધા કલાકે કાબૂમાં આવી, વેપારીને લાખોનું નુકસાન

    16 hours ago

    વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી ગેટ પાસે આવેલી એક જૂની અને જાણીતી કપડાંની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર વિભાગે ભારે જહેમત આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની સાથે પોલીસની ટીમ પણ સ્થળે દોડી ગઈ આ આગ ભરચક વિસ્તારમાં લાગતા અફરાતફરીનો માહોલ બજારમાં સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની બે ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી અડધો કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પાણીગેટ અને દાંડિયાબજાર ફાયર ટીમે આગ પર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવને લઈ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. એસીના આઉટર યુનિટમાં શોર્ટ સર્કિંટ બાદ આગ આ ઘટના અંગે દુકાન કર્મી સંદીપ શાહે જણાવ્યું હતું કે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગ એસી (AC)ના આઉટર યુનિટમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આગ એટલી ઝડપથી પ્રસરી કે જોતજોતામાં આખી દુકાનને લપેટમાં લઈ લીધી હતી. આ દુકાન લગભગ 95 વર્ષ જૂની છે અને પેઢીઓથી અહીં કાર્યરત છે. અડધી કલાકે આગ કાબૂમાં આવી આ અંગે માહિતી આપતા સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, માંડવી ગેટ પાસે આગનો કોલ મળતા જ દાંડિયા બજાર અને પાણીગેટ ફાયર સ્ટેશનની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કાબૂમાં લેવા માટે અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. અહીંયા આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી અને નુકસાન અંગે પણ ચોક્કસ માહિતી હજુ સુધી નથી.
    Click here to Read More
    Previous Article
    ભારતીય ફિલ્મને રશિયામાં મોટું સન્માન મળ્યું:સિક્કિમની 'શેપ ઓફ મોમો'એ બે ઇન્ટરનેશલ એવોર્ડ જીત્યા; ડિરેક્ટર ત્રિબેની રાયે રાજ્યને સફળતા સમર્પિત કરી
    Next Article
    એક યુવકને પ્રેમ કરવા બાબતે બે મહિલાઓ ઝઘડી:વટવાની પરિણીતાને રિક્ષામાં પ્રેમી સાથે વાત કરવાના બહાને લઈ ગઈ, ગડદાપાટુનો માર મારી કાતરથી વાળ કાપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment