Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય ફિલ્મને રશિયામાં મોટું સન્માન મળ્યું:સિક્કિમની 'શેપ ઓફ મોમો'એ બે ઇન્ટરનેશલ એવોર્ડ જીત્યા; ડિરેક્ટર ત્રિબેની રાયે રાજ્યને સફળતા સમર્પિત કરી

    14 hours ago

    નેપાળી ભાષામાં બનેલી સિક્કિમની ફિલ્મ ‘શેપ ઓફ મોમો’એ બે ઇન્ટરનેશનલ એવોર્ડ જીત્યા છે. રશિયાના ખાંટી-માનસીસ્કમાં આયોજિત ‘સ્પિરિટ ઓફ ફાયર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં આ ફિલ્મને બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ ફિલ્મ માટે 'સિલ્વર ટાઈગા એવોર્ડ' મળ્યો છે. આ સાથે જ સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખવા માટે ફિલ્મને 'સોલ ઓફ રશિયા - વર્લ્ડ સિનેમા સ્પેશિયલ પ્રાઈઝ' એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન ત્રિબેની રાયે કર્યું છે. ડિરેક્ટરે સિક્કિમને જીત સમર્પિત કરી એવોર્ડ લેતી વખતે ડિરેક્ટર ત્રિબેની રાય ખૂબ જ ભાવુક દેખાયાં. તેમણે પોતાની આ સફળતા સિક્કિમ રાજ્યને સમર્પિત કરી છે. ત્રિબેનીએ જણાવ્યું કે, આ એવોર્ડ તેમના માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમની માતા આ ફિલ્મની પ્રોડ્યુસર છે અને તેમણે પોતાની માતા સાથે સ્ટેજ પર આ સન્માન મેળવ્યું. રશિયાના ફિલ્મ ફેસ્ટિવલમાંથી ઓળખ મળી ‘શેપ ઓફ મોમો’ને આ ફિલ્મ ફેસ્ટિવલની ઇન્ટરનેશનલ ડેબ્યૂ કોમ્પિટિશનમાં સામેલ કરવામાં આવી હતી. 16 માર્ચે યોજાયેલા એવોર્ડ સમારોહમાં ફિલ્મના ખૂબ વખાણ થયા. આ ફિલ્મ સિક્કિમ અને પૂર્વોત્તર ભારતના કિસ્સાઓને ગ્લોબલ પ્લેટફોર્મ પર લઈ જવામાં સફળ રહી છે. આ ફેસ્ટિવલની શરૂઆત વર્ષ 2003માં થઈ હતી અને તેને દુનિયાભરના નવા ફિલ્મમેકર્સ માટે રશિયાનું સૌથી મહત્વપૂર્ણ મંચ માનવામાં આવે છે. હવે એમ્સ્ટરડેમમાં થશે ફિલ્મનું સ્ક્રીનિંગ રશિયામાં જીત બાદ હવે 'શેપ ઓફ મોમો'ની સફર વધુ આગળ વધશે. એપ્રિલમાં આ ફિલ્મ નેધરલેન્ડના 'સિનેમા એશિયા ફિલ્મ ફેસ્ટિવલ'માં તેના ડચ પ્રીમિયર માટે એમ્સ્ટરડમ જશે. આ પહેલા આ ફિલ્મનું યુરોપિયન પ્રીમિયર સ્પેનના 'સેન સેબેસ્ટિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં થઈ ચૂક્યું છે. ઇન્ટરનેશનલ સર્કિટમાં પ્રશંસા મળ્યા બાદ હવે મેકર્સ તેને ભારતમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેની શરૂઆત ગંગટોકમાં એક મોટા પ્રીમિયર સાથે થશે. કોણ છે ડિરેક્ટર ત્રિબેની રાય? ઈસ્ટ સિક્કિમના રહેવાસી ત્રિબેની રાયનો રશિયા સાથે જૂનો સંબંધ છે. વર્ષ 2016માં તેમણે રશિયાની પ્રતિષ્ઠિત VGIK ઇન્ટરનેશનલ સમર સ્કૂલમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે એક શોર્ટ ફિલ્મ પણ બનાવી હતી. ત્રિબેનીની ફિલ્મ ‘શેપ ઓફ મોમો’ માત્ર એક વાર્તા નથી, પરંતુ તે સિક્કિમની સંસ્કૃતિ અને ત્યાંના પરંપરાગત મૂલ્યોને પણ સુંદર રીતે દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    સોનું-ચાંદી ક્રેશ: આજે ચાંદી 13 હજાર ઘટી:5 દિવસમાં ₹31 હજારનો ઘટાડો, સોનું ₹4 હજાર ઘટીને ₹1.52 લાખ થયું; જાણો તમારા શહેરનો ભાવ
    Next Article
    માંડવી ગેટ પાસે વર્ષ જૂની કપડાંની દુકાનમાં ભીષણ આગ:લાકડાના મકાનમાં પ્રસરેલી આગ અડધા કલાકે કાબૂમાં આવી, વેપારીને લાખોનું નુકસાન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment