Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોડેલી-કવાંટ રોડ ખખડધજ, લોકોએ કર્યો ચક્કાજામ:રામધૂન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ, અધિકારીઓ ન પહોંચતા રોષ

    14 hours ago

    છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલીથી કવાંટ જતો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. આથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ આજે વડા તલાવ ખાતે ચક્કાજામ કરીને રામધુન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લાના અનેક મુખ્ય માર્ગોની હાલત ખરાબ છે, જેમાં બોડેલી-કવાંટ માર્ગનો પણ સમાવેશ થાય છે. શિહોદ ભારજ નદી પરનો પુલ તૂટી જતાં તમામ વાહનવ્યવહાર આ માર્ગ પર વાળવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તાની સ્થિતિ અત્યંત નાજુક છે. ખરાબ રસ્તાને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આજે વડા તલાવ ખાતે એકઠા થઈને લોકોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો. આના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આશરે ત્રણ કલાક સુધી ચક્કાજામ ચાલ્યો હતો. આ દરમિયાન અધિકારીઓને ફોન કરવા છતાં કોઈએ ફોન ઉપાડ્યો ન હતો, જેના કારણે લોકોમાં વધુ રોષ ભભૂકી ઉઠ્યો હતો. પ્રદર્શનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા રસ્તો સુધારવાની બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે. આના કારણે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
    Click here to Read More
    Previous Article
    'તમારા સસરાએ બીજા લગ્ન કર્યા હોય તો શું ખબર પડે?':અમેરિકાના નાગરિક વડોદરામાં કડવા અનુભવથી ત્રાસી ગયા, BOBના મેનેજરના ઉદ્ધત જવાબ; સરકારી ઓફિસના ધક્કા
    Next Article
    સરાયા ગામ પાસે બસ-આઈસર વચ્ચે અકસ્માત:વીજ થાંભલાને ટેકે બસ અટકી જતાં મોટી દુર્ઘટના ટળી; ટંકારામાં દારૂની 144 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment