Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ:ભાવનગર સહિત જિલ્લાભરમાં મંદિરો ખાતે વિશેષ પૂજા-અર્ચના કરાઈ, મંદિરોમાં ભક્તોની ભીડ

    1 week ago

    આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, જેની સાથે ભક્તિમય ચૈત્ર માસનો પણ આરંભ થયો છે ભાવનગર શહેરના નાના અંબાજી અને મોટા અંબાજી મંદિરો સહિત અન્ય દેવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી,શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા, હિન્દુ શાસ્ત્રો અનુસાર ચાર નવરાત્રીઓમાં આસો માસની નવરાત્રી પછી ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે, જેમાં સમગ્ર ચૈત્ર માસ ભક્તિ અને ઉપાસનાનો ગણાય છે આ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક કાર્યો, કથા-પારાયણ અને ઈશ્વરીય ઉપાસનાઓમાં લીન રહે છે, ભાવનગર શહેર અને જિલ્લામાં ચૈત્ર માસની ઉજવણી માટે છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી, મંદિરોમાં સાફસફાઈ, રંગરોગાન અને સુશોભન કરવામાં આવ્યું હતું, આ માસમાં ભગવાનની ઉપાસના વિશેષ ફળદાયી મનાતી હોવાથી શ્રદ્ધાળુઓ દેવી-દેવતાઓને રીઝવવા વિવિધ ઉપાસનાઓ કરશે, અમાસના દિવસે બજારોમાં પૂજા સામગ્રીની ખરીદી માટે પણ ભીડ જોવા મળી હતી. જિલ્લામાં આવેલા શક્તિ પીઠ સમાન દૈવી સ્થાનો જેવા કે રાજપરા-ખોડિયાર મંદિર, ઊંચા કોટડા ચામુંડા શક્તિ પીઠ, મહુવા ભવાની શક્તિ પીઠ અને ભગુડા મોગલધામ ખાતે આગામી ત્રીસ દિવસ સુધી માઈ ભક્તોનો ભારે ધસારો જોવા મળશે, આ ભીડને પહોંચી વળવા માટે મંદિર પ્રશાસનો અને ટ્રસ્ટો દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શન, પૂજન, પ્રસાદ અને ઉતારા સહિતની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં દાઉદી વ્હોરા સમાજે રમજાન ઈદની ઉજવણી કરી:મસ્જિદમાં વિશેષ નમાઝ અદા કરી, એકબીજાને મુબારકબાદી પાઠવી
    Next Article
    ફાયર બ્રિગેડના 100થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હડતાળ:ટાઈમસર પગાર ન થતો હોવા સાથે સેફ્ટીના સાધનો પણ ન આપવામાં આવતા હોવાના આક્ષેપ, નવલખી મેદાનમાં એકઠા થઈ વિરોધ નોંધાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment