Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં દાઉદી વ્હોરા સમાજે રમજાન ઈદની ઉજવણી કરી:મસ્જિદમાં વિશેષ નમાઝ અદા કરી, એકબીજાને મુબારકબાદી પાઠવી

    1 week ago

    ભરૂચમાં વસતા દાઉદી વ્હોરા સમાજે રમજાન ઈદના પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં સમાજના લોકોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં દાઉદી વ્હોરા સમાજના લોકોએ મસ્જિદમાં રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે નાના બાળકોએ વિસ્તારમાં લાગેલા મેળામાં આનંદ માણ્યો હતો. પરિવારોએ દૂધ સેવૈયા આરોગીને ઈદની ખુશી વ્યક્ત કરી હતી અને એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. પવિત્ર રમજાન માસ દરમિયાન દાઉદી વ્હોરા સમાજના લોકોએ એક મહિના સુધી રોજા રાખી ઈબાદત કરી હતી. એક મહિનાના રોજા પૂર્ણ થતાં ઈદનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર મૌઝમ બોમ્બેવાલાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દાઉદી વ્હોરા સમાજ રસુલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ ઉજવે છે. તેમણે આગામી દિવસોમાં આવનારી મુસ્લિમ સમાજની ઈદ માટે પણ તમામ બિરાદરોને શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજુલા પોલીસે છેતરપિંડીના બે વોન્ટેડ આરોપી ઝડપ્યા:છ માસથી ફરાર રાજસ્થાનના આરોપીઓ સામે કાર્યવાહી
    Next Article
    ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ:ભાવનગર સહિત જિલ્લાભરમાં મંદિરો ખાતે વિશેષ પૂજા-અર્ચના કરાઈ, મંદિરોમાં ભક્તોની ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment