Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખનું આવશે:જગદીશ વિશ્વકર્મા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાને લઇને તડામાર તૈયારીઓ શરૂ

    15 hours ago

    પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે, ૨૦ માર્ચના રોજ છોટા ઉદેપુરની મુલાકાત લેશે. તેમના આગમનને લઈને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ આજે એક પત્રકાર પરિષદ યોજીને પ્રદેશ પ્રમુખના કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જાહેર કરી હતી. કાર્યક્રમ અનુસાર, જગદીશ વિશ્વકર્મા સવારે ૯:૩૦ વાગ્યે વસેડી પહોંચશે. ત્યાંથી યુવા ભાજપના કાર્યકરો બાઈક રેલી કાઢીને તેમને ગોરા રામજી મંદિર અને મહાકાળી મંદિર લઈ જશે, જ્યાં પ્રદેશ પ્રમુખ દર્શન કરશે. ત્યારબાદ તેઓ દરબાર હોલ ખાતે છોટા ઉદેપુર વિધાનસભાના સંગઠનના પદાધિકારીઓ સાથે પરિચય બેઠક યોજશે અને સંઘ કાર્યાલયની મુલાકાત લેશે. સવારે ૧૧ વાગ્યે, પ્રદેશ પ્રમુખ ભાજપ કાર્યાલય પહોંચીને છોટા ઉદેપુર વિધાનસભા બેઠકના કાર્યકરોને મળશે. તેઓ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને કાર્યકરોને માર્ગદર્શન આપશે. ત્યારબાદ, તેઓ ઘેલવાંટ ખાતે એક બૂથ પ્રમુખના ઘરે ભોજન લેશે અને ત્યાંથી નસવાડી જવા રવાના થશે. નસવાડી પહોંચ્યા બાદ, સંખેડા વિધાનસભાનું સંમેલન યોજાશે. આખા દિવસના આ કાર્યક્રમો દ્વારા પ્રદેશ પ્રમુખ જિલ્લાના કાર્યકરોને આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે માર્ગદર્શન પૂરું પાડશે. પ્રદેશ પ્રમુખના આગમનને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીના આશ્રમની ગાડીમાંથી નકલી નોટો મળી:સુરતમાં 2 કરોડની ફેક કરન્સી છાપી, પહેલી ડીલ અમદાવાદ કરવા આવ્યા ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા; મોટા નેટવર્કનો પર્દાફાશ
    Next Article
    બાકરોલના 13 મકાનો સીલ:બાકી વેરાની વસૂલાત માટે મનપાની કાર્યવાહી, ₹5.37 લાખ વસૂલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment