Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાકરોલના 13 મકાનો સીલ:બાકી વેરાની વસૂલાત માટે મનપાની કાર્યવાહી, ₹5.37 લાખ વસૂલાયા

    16 hours ago

    કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે બાકી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત બાકરોલ વિસ્તારમાં કાર્યવાહી કરીને 13 મકાનો સીલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹5,37,990નો વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. મનપાની રિકવરી ટીમે બાકરોલની વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી વેરો ન ભરનારા મકાન માલિકો સામે કાર્યવાહી કરી હતી. કુલ ₹2,35,988નો વેરો બાકી હોવાથી 13 બંધ મકાનોને સ્થળ પર જ સીલ કરી દેવાયા હતા. સીલ કરવાની કાર્યવાહી ઉપરાંત, અન્ય મિલકત ધારકો પાસેથી ₹3,02,002ની વેરાની રકમ પણ વસૂલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી કમિશનરની સૂચનાથી હાથ ધરવામાં આવી હતી. મનપાના ટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરવો ફરજિયાત છે. નાગરિકોની સુવિધા માટે, માર્ચ મહિનામાં આવતી તમામ જાહેર રજાઓ અને રવિવારે પણ મહાનગરપાલિકાની કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. 19મી માર્ચ, ગુરુવારે જાહેર રજા હોવા છતાં, મનપા વિસ્તારની તમામ કચેરીઓ સવારે 11:00 થી સાંજે 4:00 કલાક સુધી કાર્યરત રહેશે. તંત્રએ નગરજનોને અપીલ કરી છે કે મિલકત સીલ થવા જેવી કડક કાર્યવાહીથી બચવા માટે સમયસર વેરો જમા કરાવી દે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખનું આવશે:જગદીશ વિશ્વકર્મા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાને લઇને તડામાર તૈયારીઓ શરૂ
    Next Article
    કુખ્યાત ભાવેશ જીલીયા સામે પણ પાટણ પોલીસ કડક કાર્યવાહી કરશે:Dysp રેણુકાની અપીલ: ગુંડા તત્વોથી ડર્યા વગર ફરિયાદ કરો, સાયબર ટીમ સર્વેલન્સમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment