Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોયફ્રેન્ડે રિક્ષામાંથી ધક્કો મારતા મહિલાનો જાહેરમાં તમાશો:વડોદરામાં બસ આગળ સૂઈ ગઈ, પોલીસ સાથે ઝપાઝપી કરી જામ કર્યો; કહ્યું- હું મારો જીવ આપી દઇશ

    14 hours ago

    વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ પાસે મુખ્ય રોડ પર ગત(18 માર્ચ) મોડી રાત્રે એક મહિલાએ ભારે હોબાળો મચાવીને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. બોયફ્રેન્ડે રિક્ષામાંથી ધક્કો મારી નીચે ફેંકી દેતા મહિલાએ જાહેર રોડ પર તમાશો કર્યો હતો. બસ આગળ સૂઈ ગઈ, પોલીસ સાથે ઝપાઝપી કરી ટ્રાફિક જામ કર્યો હતો. પોલીસે જ્યારે મહિલાને પકડી ત્યારે મહિલા બોલતી હતી કે, મેં કહ્યું ને કે તમે સાઇડમાં થઈ જાઓ. હું મારો જીવ આપી દઈશ, મને રોડ પર ફેંકી દીધી છે. ઘટનાને પગલે રાવપુરા પોલીસ દોડી ગઈ હતી અને મહિલાની અટકાયત કરી વરણામા પોલીસને સોંપી દીધી હતી. વરણામા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ‘મેં 112 પર કોલ કર્યો, ત્યારે કેમ ન આવ્યા’ મહિલા કહે છે કે, મારા જીવની કિંમત પોલીસ ચૂકવશે, મારા શરીરથી હાથ દૂર રાખજો. મને મારી નાખો. વરદીનો ઘમંડ ન બતાવશો. મેં 112 પર કોલ કર્યો, ત્યારે કેમ ન આવ્યા. મારાથી દૂર રહો. મહિલા પોલીસકર્મી કહે છે કે, તમે સાઇડમાં આવી જાઓ. મહિલા પોલીસકર્મી તેને ખેંચીને લઈ જાય છે. બોયફ્રેન્ડે મહિલાને રિક્ષામાંથી નીચે ફેંકી દીધી હતી ગઇકાલે મહિલા કેવડિયાથી તેના બોયફ્રેન્ડ સાથે નીકળી હતી, જ્યારે વરણામા પોલીસ સ્ટેશનની હદ આવી ત્યારે તેના બોયફ્રેન્ડે તેને રિક્ષામાંથી ધક્કો મારી ઉતારી દેતા મહિલા નીચે પડી ગઈ હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો, એટલે 108 એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાએ સયાજી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો એટલે હોસ્પિટલ તરફથી વરણામા પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલાએ રોડ પર તમાશો કર્યો સયાજી હોસ્પિટલની બહાર મહિલાએ ધમાલ કરી હતી. મહિલાએ જાહેર રસ્તા પર જોરદાર હંગામો કરતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે સ્થાનિક પોલીસનો મોટો કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો. પોલીસે લાંબી સમજાવટ અને પ્રયાસો બાદ મહિલાને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન ઘટનાસ્થળે ભારે ભીડ જામી ગઈ હતી અને થોડા સમય માટે મુખ્ય રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મહિલાએ અંદાજિત એક કલાક અમારી સાથે મગજમારી કરી: પોલીસકર્મી પોલીસકર્મી કનુભાઈએ જણાવ્યું હતું કે, 112 નંબર પરથી અમને કોલ આવ્યો હતો કે તમે પંચમુખી હનુમાન મંદિર પાસે જાઓ. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ઉત્તરપ્રદેશની એક મહિલા ત્યાં હાજર હતી, તેમણે એમ પણ કહ્યું કે તેઓ કેવડિયામાં રહે છે. નશો કરેલી હાલતમાં હોય એવું દેખાય છે. મહિલાએ લગભગ એક કલાક અમારી સાથે મગજમારી કરી હતી. ‘મહિલાએ અમારી સાથે હાથાપાઈ કરી’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા એવું કહેતા હતા કે હું કેવડિયાથી આવી છું. જોકે, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે તે સારવાર માટે આવ્યા હતા કે અન્ય કોઈ કારણસર આવ્યા હતા. અમે જ્યારે તેમને પોલીસ સ્ટેશન ચાલવાનું કહ્યું ત્યારે તેમણે અમારી સાથે હાથાપાઈ કરી હતી. આખો રસ્તો જામ કરી દીધો હતો અને ટ્રાફિકમાં પણ અડચણ ઊભી કરી હતી. પછી લોકોએ અમને મદદ કરી અને પોલીસની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.
    Click here to Read More
    Previous Article
    વકીલ યુવતીની પૂર્વ પ્રેમીએ સગાઈ તોડાવી નાખી:મંગેતરને ફોન કરી બદનામી કરી, માતા-પિતાને પણ ફોન પર ધમકી આપતાં FIR
    Next Article
    સુરતમાં રડતા રડતા ત્રણ વીડિયો બનાવી પાટીદાર હીરા દલાલનો આપઘાત:'લેણદારોથી કંટાળ્યો, મારાથી જીવાતું નથી, છોકરા નાના છે, આ કરવું નથી થઈ જાય એમ છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment