Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં રડતા રડતા ત્રણ વીડિયો બનાવી પાટીદાર હીરા દલાલનો આપઘાત:'લેણદારોથી કંટાળ્યો, મારાથી જીવાતું નથી, છોકરા નાના છે, આ કરવું નથી થઈ જાય એમ છે'

    13 hours ago

    સુરતમાં યોગીચોકના યુવકે ઝેર પીને વીડિયો બનાવી જીવન ટૂંકાવી લીધું છે. દિવાળી પહેલા હીરા દલાલીમાં અંદાજે 50 લાખ રૂપિયા માથે થઈ ગયા હતા. જેથી લેણદારોના ફોન આવતા તેમણે કહેવા માટે કંઈ બચ્યું ન હતું. તેથી ટેન્શનમાં રહેતા યુવકે આપઘાતનું પગલું ભરી લીધું હતું. પાટીદાર હીરા દલાલે ઝેર પીધા બાદ અલગ અલગ ત્રણ વિડીયો બનાવ્યા હતા. જેમાં તેણે રડતા રડતા કહ્યું હતું કે, મારાથી જીવાતું નથી, છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ યોગીચોક વિસ્તારમાં આવેલ શગુન રેસીડેન્સીમાં 40 વર્ષીય સંદીપભાઈ હિંમતભાઈ ચોડવડિયા બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. 50 લાખનું દેવું થતાં લેણદારો ફોન કરી પૈસા માગતા સંદીપભાઈ કાપોદ્રા વિસ્તારમાં ભગવતી કૃપા સોસાયટીમાં આવેલી એક હીરાની ઓફિસમાં કાટીમાં નોકરી કરતા હતા. દિવાળી પહેલા સંદીપભાઈ હીરા દલાલીનું કામકાજ કરતા હતા. આ દરમિયાન તેને અંદાજે તેના પર 50 લાખ રૂપિયાનું માથે દેવું થઈ ગયું હતું. જેથી લેણદારો અનેક વખત તેને ફોન કરીને રૂપિયા માગતા હતા. લેણદારોને જવાબ આપી શકતા ન હોવાથી ઓફિસમાં જ ઝેર પીધું વારંવાર વાયદાઓ કર્યા બાદ સંદીપભાઈ પાસે તેઓને આપવા માટે કોઈ જવાબ બચ્યા ન હતા. જેથી ટેન્શનમાં આવીને તેઓએ ઓફિસમાં ઝેર પી લીધું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ સંદીપભાઈનું મોત નિપજ્યું હતું. થોડાક દિવસ પહેલા પણ સંદીપભાઈએ તેના મોટા ભાઈને આ બાબતે વાત કરી હતી કે, મારી પાસે તેઓને આપવા માટે કોઈ જવાબ પણ નથી બચ્યા. સંદીપભાઈએ આપઘાત કરતા પહેલા ત્રણ અલગ અલગ લાઈવ વીડિયો બનાવ્યા હતા. 56 સેકન્ડના વિડીયોમાં શું કહ્યું મેં દવા પી લીધી છે, મને બધા માફ કરજો મારી ભૂલ થઈ ગઈ છે. હું કોઈના પૈસા નથી દઈ શકું એમ અત્યારે તાત્કાલિક... પરંતુ તમે બધા માફ કરજો. મારી ભૂલ થઈ ગઈ હતી. મેં અનાજમાં નાંખવાનો પાઉડર પી લીધો છે. એમાં મારા ઘરવાળાનો બિલકુલ વાંક નથી. મારા ભાઈઓ પણ સારા છે, મારું આખું ઘર સારું છે. હવે જીવવું એ કંઈ ઉંમર નથી, રોજ મને એટલું ટેન્શન છે ને... મને માફ કરજો બધા. 59 સેકન્ડના વિડીયોમાં શું કહ્યું હું આ લેણાવાળાથી કંટાળી ગયો છું. હું મારી જાતે આપઘાત કરું છું. મારા ઘરમાં કોઈનો વાંક નથી, મારા ઘરવાળા બધા સારા છે. ટપ્પુ તું મને માફ કરજે. છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે. હું જવાબ નથી દઈ શકતો લોકોને. બહુ ટેન્શનમાં છું, મારાથી જીવાતું નથી. પપ્પા મને માફ કરજે. મારા ઘરવાળા બધા સારા છે, એનો કોઈનો વાંક નથી. હું મારી જાતે કરું છું, કારણકે મારાથી જવાબ નથી દેવાતા. મારી પાસે એવો કોઈ ધંધો નથી કે પૈસા આવી જાય તાત્કાલિક. ઘરવાળાને કહી નથી શકતો. 12 સેકન્ડના વિડીયોમાં શું કહ્યું અરે માર્કેટમાં પૈસા લેવાના છે, 16-17 લાખ રૂપિયા એ મારા અટવાણા છે એટલે હું કોઈને નથી દઈ શક્યો ટાઈમે. આ પણ વાંચો 24 ફેબ્રુઆરીએ વેસુમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો 24 ફેબ્રુઆરીના રોજ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુંદ ખૈતાન નામની વ્યક્તિએ ગઇકાલે(24 ફેબ્રુઆરી) સાંજે પરિવાર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. વૈભવ રુંગટા નામના શખસની ઉઘરાણીથી ત્રાસીને પરિવારે ઝેરી દવા પી લેતાં બાલમુકુંદ ખૈતાનનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું, જ્યારે પત્ની અને એક માસૂમ દીકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું, જ્યારે બીજી દીકરીનો સદનસીબે બચાવ થયો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો: આપઘાત સમયે શું મનઃસ્થિતિ હશે? સુરતમાં 4 વર્ષના પુત્ર સાથે માતાનો આપઘાત 13 ફેબ્રુઆરી, 2026એ સુરતના ઉમરા વિસ્તારમાં એક 26 વર્ષીય ડિવોર્સી માતા પૂનમ શાહે પહેલા પોતાના વહાલસોયા પુત્રને ગળાફાંસો આપ્યો અને ત્યાર બાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ પગલાં પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી કનડગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનો પરિવારનો આક્ષેપ હતો. એક હસતા-રમતા બાળકની હત્યા અને માતાના આપઘાતની આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી ફેલાવી દીધી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર સુરતમાં પતિ, પત્ની અને પુત્રનાં રહસ્યમય મોત 10 ફેબ્રુઆરી, 2026એ સુરતના લાલગેટ વિસ્તારમાં પતિ, પત્ની અને પુત્રનાં રહસ્યમય મોતથી હડકંપ મચ્યો હતો. ત્રણેયની બોડી ઘરના અલગ અલગ રૂમમાંથી મળી હતી. 40 વર્ષીય ફૈઝના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. ઘટનાની આગલી રાત્રે જ ફૈઝ પત્ની મુબીના અને દીકરા નોમાન સાથે ઘરે આવ્યો હતો. જ્યારે દીકરી દાદીના ઘરે જ રહી હતી. જેથી તેનો બચાવ થયો હતો. હવે ફૈઝના પરિવારમાં માત્ર એક દીકરી જ રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર તુષાર ઘેલાણીએ ટ્રિગર દબાવ્યું ને ગોળી માથું ફાડી દીવાલ સાથે અથડાઈ 1 ફેબ્રુઆરી, 2026ની રાત સુરતના ઘેલાણી ફેમિલી માટે આઘાતની રાત બની ગઈ હતી. ઘરમાં લાડલી દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી અને તુષાર ઘેલાણીએ પોતાની જ પિસ્તોલ દ્વારા આત્મહત્યા કરતાં માતમ છવાઈ ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    બોયફ્રેન્ડે રિક્ષામાંથી ધક્કો મારતા મહિલાનો જાહેરમાં તમાશો:વડોદરામાં બસ આગળ સૂઈ ગઈ, પોલીસ સાથે ઝપાઝપી કરી જામ કર્યો; કહ્યું- હું મારો જીવ આપી દઇશ
    Next Article
    Opinion: The Day IAF Broke PAF's Back: 'The Sky Warriors: Operation Sindoor Unveiled'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment