Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મણિબહેન પટેલ પુસ્તકનું વિમોચન:સરદાર પટેલ યુનિવર્સિટીમાં જીવન-કવન ઉજાગર કરાયું, રીલ સ્પર્ધાના વિજેતાઓ સન્માનિત

    13 hours ago

    વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 'સમર્પણ અને ત્યાગમૂર્તિ: મણિબહેન પટેલ' પુસ્તકનું વિમોચન કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ 'સરદાર સાગા' અંતર્ગત તેમની પુત્રી મણિબહેન પટેલના રાષ્ટ્રપ્રેમ અને સામાજિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ પ્રો. નિરંજન પટેલ અધ્યક્ષ સ્થાને હતા. પ્રો. નમ્રિતા કોલા, ડૉ. વસંત પટેલ અને ડૉ. જિગીષ પંડ્યા સહિતના શિક્ષણવિદો પણ હાજર રહ્યા હતા. મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જેવા વિષયો પર રીલ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૨૦થી વધુ એન્ટ્રીઓ આવી હતી. ડૉ. અર્પિત પાટડિયા અને ડૉ. રાજેશ્વરી પટેલે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સ્પર્ધામાં શ્રેષ્ઠા ગુપ્તાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે પાખી દોવારાહ અને મ્રીદ્દુપ બોરૃઆહ દ્વિતીય સ્થાને વિજેતા બન્યા હતા. રાધાશ્રી ઉપાધ્યાય અને અદિતિ પટેલ તૃતિય સ્થાને વિજેતા રહ્યા હતા. ડૉ. અપૂર્વા અને તેમની ટીમને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સેન્ટરના માનદ નિયામક ડૉ. વિરાજ રોઘેલિયા અને ભૂમિ ચાવડાના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાની ઉજવણી કરી:નવા વર્ષના પ્રારંભે પરંપરાગત રીતે પર્વ મનાવાયું
    Next Article
    પાટણની નગરદેવી કાલિકા માતા મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ:માતાજીને ડાયમંડ આભૂષણો, ફૂલોની આંગીનો શૃંગાર; દિવ્ય દર્શન માટે ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment