Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની નગરદેવી કાલિકા માતા મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ:માતાજીને ડાયમંડ આભૂષણો, ફૂલોની આંગીનો શૃંગાર; દિવ્ય દર્શન માટે ભીડ

    11 hours ago

    પાટણમાં રાણકીવાવ નજીક આવેલા ઐતિહાસિક કાલિકા માતા મંદિરે આજથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીને દેશ-વિદેશના ડાયમંડના આભૂષણો અને કલકત્તા-મુંબઈના રંગબેરંગી ફૂલોનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટણ નગરીના નગરદેવી તરીકે પૂજાતા કાલિકા માતાનું આ પ્રાચીન મંદિર પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા આ મંદિરમાં આદ્યશક્તિ માં કાલિકા અને મહાલક્ષ્મી સ્વરૂપે ભદ્રકાળી માતા બિરાજમાન છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની મૂર્તિને વિશિષ્ટ રીતે શણગારવામાં આવી હતી. પૂજારી અશોકભાઈ વ્યાસ દ્વારા માતાજીને પુષ્પમાળા તેમજ દેશ-વિદેશથી લાવવામાં આવેલા વિવિધ ઘાટ અને આકારના ડાયમંડના આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કલકત્તા અને મુંબઈથી મંગાવવામાં આવેલા રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી પણ કરવામાં આવી હતી. નવ દિવસીય મહોત્સવ દરમિયાન કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને દરરોજ અલગ-અલગ પ્રકારની આંગી, નિતનવા વસ્ત્રો અને અલંકારોથી આભૂષિત કરવામાં આવશે. મંદિર પરિસર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. નવરાત્રી દરમિયાન દરરોજ સવારે 10 વાગ્યે શૃંગાર આરતી, સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે 9:30 વાગ્યે સંપૂર્ણ શૃંગાર દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. આ ધાર્મિક અનુષ્ઠાનોની સાથે મંદિર પ્રાંગણમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મણિબહેન પટેલ પુસ્તકનું વિમોચન:સરદાર પટેલ યુનિવર્સિટીમાં જીવન-કવન ઉજાગર કરાયું, રીલ સ્પર્ધાના વિજેતાઓ સન્માનિત
    Next Article
    Couple Floats In Muddy Water For Pre-Wedding Shoot, Gets Roasted

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment