Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાની ઉજવણી કરી:નવા વર્ષના પ્રારંભે પરંપરાગત રીતે પર્વ મનાવાયું

    11 hours ago

    ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના નવા વર્ષના પ્રારંભરૂપ મહાપર્વ ‘ગુડી પડવા’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પરિવારોએ પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રો પરિધાન કરી ઘેરઘેર ગુડી સ્થાપિત કરી પૂજા અર્ચના કરી હતી. આ સાથે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ચૈત્ર માસના પ્રારંભ સાથે આવતા આ પર્વને મહારાષ્ટ્રમાં વિશેષ મહત્વ અપાય છે. માન્યતા અનુસાર, ભગવાન શ્રી રામે વાલીનો સંહાર કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજયના પ્રતીકરૂપે ગુડી સ્થાપિત કરવાની પરંપરા શરૂ થઈ હતી, જે આજદિન સુધી જળવાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજે ઘરોમાં ગુડી ઉપર તાંબાનો કલશ મૂકીને તેને રેશમી વસ્ત્રોથી શોભિત કરી પૂજા અર્ચના કરી હતી. ચૈત્ર નવરાત્રીના આરંભને અનુલક્ષીને સૂર્યનારાયણની આરાધના પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, લીમડાના રસની પ્રસાદી ગ્રહણ કરવાની પરંપરાનું પણ પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રકારે સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજે ધાર્મિક ભાવનાથી ગુડી પડવાના પર્વની ઉજવણી કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    હાઈવે પર અકસ્માતો રોકવા રાજકોટ RTOની ડ્રાઈવ:8 દિવસમાં 210 વાહનચાલકને રૂ.8 લાખનો દંડ; હેવી વાહન ત્રીજી લેનમાં ચલાવવા ખાસ સૂચના
    Next Article
    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મણિબહેન પટેલ પુસ્તકનું વિમોચન:સરદાર પટેલ યુનિવર્સિટીમાં જીવન-કવન ઉજાગર કરાયું, રીલ સ્પર્ધાના વિજેતાઓ સન્માનિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment