Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈવે પર અકસ્માતો રોકવા રાજકોટ RTOની ડ્રાઈવ:8 દિવસમાં 210 વાહનચાલકને રૂ.8 લાખનો દંડ; હેવી વાહન ત્રીજી લેનમાં ચલાવવા ખાસ સૂચના

    12 hours ago

    હાઇવે પર થતા અકસ્માત કરવા માટે ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં કડક ચેકિંગ કરવાનો આદેશ અપાયો છે. જેમાં રોંગ લેન, ઓવર પેસેન્જર અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે. રાજકોટ RTO કચેરીએ માત્ર એક અઠવાડિયામાં જ આ પ્રકારના 210 મેમો ફટકારી દીધા છે, જેના થકી રૂ.8 લાખની આવક થઈ છે. આ દરમિયાન હેવી વ્હીકલ ધારકો ત્રીજી લેનમાં વાહન ચલાવે તેવી સમજ આપવામાં આવી હતી, જેથી નાના વાહનચાલકોએ વધુ ઓવરટેક ન કરવું પડે અને તેને લીધે અકસ્માતોની ઘટના પણ અટકાવી શકાય. વાહન-વ્યવહાર કમિશનરની સૂચના બાદ કાર્યવાહી રાજકોટના RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યુ હતુ કે, વાહન-વ્યવહાર કમિશનર દ્વારા હાઇવે ઉપર જે અકસ્માતો થઈ રહ્યા છે તથા વાહનચાલકોની ટ્રાફિક સેન્સ ખરાબ છે તે બાબતે રોંગ લેન, રોંગ સાઇડ ડ્રાઇવ, HSRP વિનાના જે વાહનો છે. ઉપરાંત ઓવર પેસેન્જર વાહનો ચાલે છે, ઉપરાંત નોન ટ્રાન્સપોર્ટેશન વ્હીકલમાં મુસાફરોની હેરફેર થાય છે તેને ધ્યાનમાં લઈને સૂચના આપવામાં આવી હતી. 8 દિવસમાં 210 વાહનચાલકને મેમો જે અનુસંધાને રાજકોટ આરટીઓ દ્વારા અમદાવાદ, મોરબી, જામનગર અને ગોંડલ સહિતના હાઇવે પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયામાં HSRP (હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) વિનાના 35 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોંગ લેનના 120 કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ પરમિટ ભંગ અને ઓવર પેસેન્જરના 55 કેસ કરવામાં આવેલા છે. આ રીતે એક અઠવાડિયામાં 210 મેમો ફટકારવામાં આવ્યા છે અને અંદાજે રૂ. 8 લાખનો દંડ કરવામાં આવ્યો છે. શું છે વાહન-વ્યવહાર કમિશનરનો પરિપત્ર? ગુજરાત રાજ્યના વાહન-વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ RTO કચેરીને સંબોધીને પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, પ્રાઇવેટ વાહનોનો ટેક્ષી અથવા મેક્ષી તરીકે ઉપયોગ કરી મુસાફરોનું પરીવહન થતું હોય છે. જેમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવામાં પણ આવતા હોય છે. આવા વાહનો દ્વારા મુસાફરોનું પરીવહન ખૂબ જ જોખમી છે. તેમજ રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને નંબર પ્લેટ વિનાના વાહનો ગેરકાયદેસર માઈનિંગ પ્રવૃત્તિ મા સંડોવાયેલા હોય છે. જે માર્ગ સલામતિ માટે માટે પડકારરૂપ છે. આથી આ બાબતની ગંભીરતા ધ્યાને લઇ પ્રાઇવેટ વાહનોમાં મુસાફરોનું ગેરકાયદેસર પરીવહન કરતા વાહનો, રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને ક્વોરી તેમજ અન્ય વિસ્તારમાં પરિવહન કરતા નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવા ખાસ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવા જણાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અયોધ્યાની મુલાકાતે:રામલલ્લાના દર્શન કરશે, શ્રીરામ યંત્રના પૂજન કાર્યક્રમમાં ભાગ લેશે
    Next Article
    ભરૂચમાં મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાની ઉજવણી કરી:નવા વર્ષના પ્રારંભે પરંપરાગત રીતે પર્વ મનાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment