Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સિરીઝ ફેસસરફેસ:હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે ભવ્ય સોલો એક્ઝિબિશન

    18 hours ago

    કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ સાથે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર , અમદાવાદ ખાતે શરૂ થયું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર, 17 માર્ચ 2026 ના રોજ યોજાયું હતું અને તે 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે. આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા, પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોરાસ પર બનેલી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર કડિયા માનવ ચહેરાને પરંપરાગત પોર્ટ્રેટ તરીકે નહીં, પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરે છે, જ્યાં ગેસ્ચર, ટેક્સચર, મેમરી એકસાથે આવે છે. કલાકારની પેઇન્ટિંગ પ્રક્રિયામાં રેખાઓ અને રંગોના સ્તરો ધીમે ધીમે સપાટી પર ઉભરતા જાય છે. આ રચનાઓમાં ક્યારેક આકાર સ્પષ્ટ થાય છે તો ક્યારેક તે અભિવ્યક્તિના સ્તરે વિઘટિત થઈ જાય છે. આ રીતે કૃતિઓ આકાર અને અભિપ્રાય વચ્ચેની એક રસપ્રદ સ્થિતિ ઊભી કરે છે. એક્ઝિબિશનનો એક વિશિષ્ટ ભાગ ટેરાકોટાની ગોળ સોરાસ પર બનેલી કૃતિઓ છે. આ સર્કયુઅલ ફોર્મેટ આર્ટને એક પ્રતિકાત્મક અને આધ્યાત્મિક પરિમાણ આપે છે. માટીની ધરતીલક્ષી ગુણવત્તા અને પેઇન્ટિંગના હાવભાવ મળીને એક અનોખી દૃશ્ય અનુભૂતિ સર્જે છે. ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ રાજેન્દ્ર કડિયાની આર્ટિસ્ટિક પ્રેક્ટિસના મેચ્યોર ફેઝને દર્શાવે છે. અહીં પેઇન્ટિંગ માત્ર અંતિમ ચિત્ર નથી, પરંતુ એક સતત ચાલતી ક્રિએટિવ પ્રોસેસ છે. એક્ઝિબિશન દરરોજ સાંજે 4:00 થી 8:00 વાગ્યા સુધી 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે.
    Click here to Read More
    Previous Article
    ત્રણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બેના મોત, 11ને ઈજા:સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ બાદ વિસ્ફોટ; પતરા તોડી કામદારોનું દિલધડક રેસ્ક્યૂ
    Next Article
    ગઢડાના પીપળ ગામના સરપંચ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ:જેટકો વળતર ફોર્મ પર સહી કરાવવા ગયેલા પરિવાર સાથે ઝપાઝપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment