Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના પીપળ ગામના સરપંચ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ:જેટકો વળતર ફોર્મ પર સહી કરાવવા ગયેલા પરિવાર સાથે ઝપાઝપી

    16 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળ ગામમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. ગામના સરપંચ બસુભાઈ ચોહલા વિરુદ્ધ અનુસૂચિત જાતિના પરિવાર સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી કિશોરભાઈ બથવાર પોતાના પરિવારની સંયુક્ત જમીન પરથી પસાર થતી જેટકો વીજ લાઇનના વળતર માટે જરૂરી ફોર્મ પર સહી કરાવવા સરપંચના ઘરે ગયા હતા. તેમની સાથે પરિવારના અન્ય સભ્યો અને ચાર સાક્ષીઓ પણ હાજર હતા. આ સમયે સરપંચ બસુભાઈ ચોહલાએ ફોર્મ પર સહી કરવાની ના પાડી અને ફોર્મ ફાડી નાખ્યું હતું. તેમણે ફરિયાદીના ભાઈ સવજીભાઈને લાફો મારી ઝપાઝપી કરી હતી. આ ઘટના દરમિયાન એક મોબાઈલ ફોન પણ નીચે પડી ગયો હતો અને સમગ્ર બનાવનો વીડિયો બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો હતો. આ ઘટના અંગે ફરિયાદીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં વીડિયો પુરાવા સાથે ફરિયાદ નોંધાવી છે. ગઢડા પોલીસે સરપંચ બસુભાઈ ચોહલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2) તેમજ એટ્રોસિટી અધિનિયમની કલમ 3(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સિરીઝ ફેસસરફેસ:હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે ભવ્ય સોલો એક્ઝિબિશન
    Next Article
    'અફવાઓ નહીં, વિશ્વાસ રાખો' જિલ્લામાં ગેસ પૂરતો : કલેક્ટરનો નાગરિકોને:અફવાઓથી ગભરાશો નહીં: કલેક્ટરનો નાગરિકોને વિશ્વાસભર્યો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment