Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ:અમદાવાદમાં ઝાડ પડ્યાં, વિસનગરમાં દુકાનનો શેડ ધરાશાયી; બનાસકાંઠામાં સોલાર પેનલો ઉડી

    1 day ago

    રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડી છે, જેના કારણે ધૂળિયો વાતાવરણ થઈ ગયું હતું અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠંડો પવન ફૂંકાવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. અનેક જગ્યાએ ઝાડની ડાળીઓ પણ તૂટી પડી છે. ભારે પવન ફૂંકાતા ઉજાલા અને વણઝર વિસ્તારમાં લાઈટ પણ ગુલ થઈ ગઈ હતી. બીજી તરફ હિંમતનગરમાં પણ ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો વિસનગરમાં અનેક દુકાનોના શેડ ધરાશાયી થયા છે અને હોડિંગ પણ ઉડ્યા છે. બનાસકાંઠાના કાંકરેજ અને ઓગડ સહિતના પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં માવઠાની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ એટલે કે, 20 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રોજ રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં મહત્તમ તાપમાનની અંદર આગામી 2 દિવસ એટલે કે, 20 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે, એટલે કે ગરમીથી લોકોને રાહત મળશે. બે દિવસ 25થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી આજે એટલે કે, 19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 વાગ્યા સુધીની ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધી દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ અને ગાજવીજ થવાની શક્યતા છે. કચ્છ અને મોરબી સુરેન્દ્રનગર અને બનાસકાંઠા પાટણ અને મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં યેલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની મહત્તમ ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતા છે. હળવો વરસાદ (5 મીમી/કલાકથી ઓછો) વરસી શકે છે.
    Click here to Read More
    Previous Article
    આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ:મેષ જાતકોએ ચંડીપાઠ કરવા, કન્યા રાશિએ માતાજીને લાપસી અર્પણ કરવી; જાણો રાશિ પ્રમાણે પૂજાવિધિ અને ઘટસ્થાપનનું મુહૂર્ત
    Next Article
    ત્રણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બેના મોત, 11ને ઈજા:સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ બાદ વિસ્ફોટ; પતરા તોડી કામદારોનું દિલધડક રેસ્ક્યૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment