Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ:મેષ જાતકોએ ચંડીપાઠ કરવા, કન્યા રાશિએ માતાજીને લાપસી અર્પણ કરવી; જાણો રાશિ પ્રમાણે પૂજાવિધિ અને ઘટસ્થાપનનું મુહૂર્ત

    2 days ago

    ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક છે. વર્ષ 2026માં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ, ગુરુવારથી થઈ રહ્યો છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્યશક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. વર્ષની ચાર નવરાત્રિમાં આ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ કરવા માટે ગણાય છે. આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર-તંત્રના પ્રયોગ, બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે અતિમહત્ત્વની ગણાય છે. ઘટસ્થાપન કેવી રીતે કરવું? ઘટસ્થાપન પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે આંબાના પાન, સવા રૂપિયો, માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના કપડાં ઉપર મૂકીને સ્થાપન કરવું. ઘણા બધા સાધકો મીઠા વગરની ચીજવસ્તુ ખાઈને ઉપાસના કરતા હોય છે તેમજ કડવા લીમડાના મોરનો રસ પીવાનું આરોગ્ય માટે આયુર્વેદિક આચાર્યો ઉત્તમ માને છે. કુળદેવી, ગાયત્રી, મહાકાળી, બગલામુખી ઉપાસના કરવાનું શીઘ્ર ફળદાયી માનવામાં આવે છે. ઘણા બધા ભક્તો દેવીકવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ નિયમિત કરતા હોય છે. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતી હોય તો તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદનાં પુષ્પ અર્પણ કરે તો તેને પણ માતાજી પ્રસન્ન થતાં હોય છે. નવરાત્રિમાં દરેક રાશિના જાતકોએ કેવી રીતે વિશિષ્ટ ઉપાસના,આરાધના કરવાથી વિશેષ લાભદાયી નીવડશે આ અંગે જણાવતા જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર, કંકુથી ચાદંલો કરી અક્ષત ચડાવી ચંડીપાઠ કરવો. માતાજીના દર્શન કરી સાકર અર્પણ કરી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. માતાજીના મંદિર ઉપર તોરણ લગાડી, મનોમન પ્રાર્થના કરી ગાયત્રી ચાલીસાના પાઠ કરવા. કુળદેવીના દર્શન કરી ગાયત્રી મંત્રનો જાપ કરવો. માતાજીના મંદિર આગળ અખંડ દીવો નવરાત્રિમાં રહે એ રીતે પ્રયત્ન કરવો. માતાજીને લાપસી અર્પણ કરી ચામુંડા માતાજીનો મંત્ર જાપ કરવો. વહેલી સવારે માતાજીનું સ્થાપન કરી કુવારિકાને ભેટ-સોગાદ અર્પણ કરવી. માતાજીના ઘટસ્થાપનમાં મગનો સાથિયો બનાવી તેની વચ્ચોવચ ચણાની દાળ રાખવી. બગલામુખી માતાજીની ઉપાસના કરવી. આ નવરાત્રિમાં માતાજીના દર્શન ન કરી શક્ય હોય, તો સંપૂર્ણ મૌન રહેવાનો પ્રયત્ન કરશો. આ નવરાત્રિમાં કાળકા માતાજીની ઉપાસના વિશેષ ફળદાયી નીવડશે. નવરાત્રિમાં દરરોજ સવાર-સાંજ માતાજીને ધૂપ-અગરબત્તી કરી આરતી કરશો. વામકુક્ષી ન કરવી, ભૂમિશયન, બ્રહ્મચર્યવ્રત સાથે માતાજીની વિશેષ ઉપાસના આરાધના કરવી. માતાજીનું અનુષ્ઠાન શીધ્ર ફળદાયી નીવડશે કળિયુગમાં ગણેશજીની વંદના અને માતાજીનું અનુષ્ઠાન શીધ્ર ફળદાયી નીવડશે એવું શાસ્ત્રમાં વર્ણન કરાયેલું છે. માતાજીને પ્રસન્ન કરવાનો આ શ્રેષ્ઠ અવસર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ ગુરુવારથી શરૂ થાય છે. વિશિષ્ઠ સંજોગોમાં આવતી આ ચૈત્રી નવરાત્રિમાં માતાની સાધના આપણને અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ-શાંતિ સમૃદ્ધિ આપી શકે છે. આ નવરાત્રિમાં ખાસ કરીને પૂર્ણ નવાર્ણ મંત્રની સાધના કરવાથી વિશેષ લાભ થાય. આ ઉપરાંત ગાયત્રી ચાલીસા, સિદ્ધ કુંજિકા સ્તોત્રની સાધના, અર્ગલા સ્તોત્રની સાધના કે દેવીકવચની સાધના અદ્ભુત પરિણામ આપનારી છે. વળી, દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠ કરવામાં આવે તો મનોવાંછિત બાબતો પ્રાપ્ત કરી શકાય છે અને જીવનની સમસ્યાઓને હલ કરી શકાય છે. (માહિતી સૌજન્ય:- જ્યોતિષાચાર્ય આશિષ રાવલ, ડૉ. હેમીલ પી. લાઠીયા)
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધને કારણે શેરબજાર ધડામ: સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો:74,900 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી પણ 540 પોઈન્ટ તુટ્યો; બેન્કિંગ-ઓટો શેરમાં વેચવાલી
    Next Article
    રાજ્યમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ:અમદાવાદમાં ઝાડ પડ્યાં, વિસનગરમાં દુકાનનો શેડ ધરાશાયી; બનાસકાંઠામાં સોલાર પેનલો ઉડી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment