Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું:ધૂળની ડમરીઓથી વિઝિબિલિટી ઘટી, થોડી વાર માટે વીજ પુરવઠો ખોરવાયો; વાતવરણમાં ઠંડક

    19 hours ago

    પાટણ જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. પાટણ, સિદ્ધપુર અને ચાણસ્મા સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં થોડા સમય માટે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. માર્ચ મહિનામાં ઉનાળાની ગરમી વચ્ચે આવેલા આ આકસ્મિક માવઠાને લીધે ખેતી પાકો પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    CVM યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નેશનલ યુથ ફેસ્ટિવલમાં પુરસ્કાર જીત્યા:ડિબેટ, મિમિક્રી અને વકતૃત્વ સ્પર્ધામાં મેળવી સિદ્ધિ
    Next Article
    CVM યુનિવર્સિટીમાં 'માર્ગદર્શનમ્ 2026' કાર્યક્રમ યોજાયો:ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment