Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટીમાં 'માર્ગદર્શનમ્ 2026' કાર્યક્રમ યોજાયો:ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપ્યું

    15 hours ago

    વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં 'માર્ગદર્શનમ્ 2026' કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં 50થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ છેલ્લા વર્ષના 1100 ઉપરાંત વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ CVM યુનિવર્સિટી સંલગ્ન એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT), એમ.બી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT) અને જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET)ના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા ગત શનિવાર, 14 માર્ચ 2026ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સૂત્ર "અનુભવ સે સંવાદ, સફળતા કી શરૂઆત" હતું. કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન ADIT અને GCET ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગના ડાયરેક્ટર ડો. દર્શક દેસાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત વિવિધ કોલેજના પ્રિન્સિપાલ અને વિભાગીય વડા પણ હાજર રહ્યા હતા. ટ્રેનિંગ એન્ડ IIIP સેલના હેડ અને કન્વીનર મિનેષ અમીન તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. દિવસભર ચાલેલા આ સત્રોમાં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓના રિઝ્યુમ સ્ક્રીનિંગ અને ગ્રુપ ડિસ્કશન (GD) જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી તેમને કોર્પોરેટ જગતની જરૂરિયાતો અને ઇન્ટરવ્યૂ ટેકનિક વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ ઈન્ડસ્ટ્રી-સ્ટુડન્ટ ઈન્ટરેક્શન સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કેમ્પસથી કારકિર્દી સુધીની સફળતાના માર્ગ માટે તૈયાર કરવાનો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને સીધા ઉદ્યોગ જગતના નિષ્ણાતો સાથે સંવાદ કરીને પ્લેસમેન્ટ માટેની તેમની તૈયારીઓને ઓપ આપ્યો હતો. આયોજકોએ પધારેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સહભાગીઓનો આભાર માની કાર્યક્રમની સફળતાને બિરદાવી હતી. CVM યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, ગવર્નિંગ બોડી તથા બોર્ડ ઓફ મેમ્બર્સ દ્વારા આ કાર્યક્રમની સફળતા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું:ધૂળની ડમરીઓથી વિઝિબિલિટી ઘટી, થોડી વાર માટે વીજ પુરવઠો ખોરવાયો; વાતવરણમાં ઠંડક
    Next Article
    જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ:અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સુરક્ષા વધારાઈ, હાઈ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment