Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ:અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સુરક્ષા વધારાઈ, હાઈ એલર્ટ

    12 hours ago

    પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટની સ્થિતિમાં પણ દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની અસામાન્ય પરિસ્થિતિમાં ગાફેલ ન રહેવાય. આ ખાસ ડ્રાઈવનું આયોજન ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારનો સમાવેશ થાય છે. તેમનો ઉદ્દેશ દરિયાઈ સુરક્ષાને અભેદ્ય બનાવવાનો છે. ૧૭ માર્ચ, ૨૦૨૬ના રોજ જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ અને મરીન કમાન્ડો દ્વારા જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં સરમતની નાળ, રસૂલનગર વિસ્તાર, સિક્કા સોલ્ટ ગેટ અને ડી.સી.સી. જેટી વિસ્તારનો સમાવેશ થાય છે. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠાના તમામ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ સેન્ટરોનું નિરીક્ષણ કર્યું હતું. શંકાસ્પદ બોટ અને વ્યક્તિઓની પૂછપરછ અને તલાશી લેવામાં આવી હતી. આતંકવાદી પ્રવૃત્તિ કે ઘૂસણખોરીની શક્યતા ધરાવતી કાંઠા વિસ્તારની અવાવરુ જગ્યાઓનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મરીન ટાસ્ક ફોર્સના આ પગલાંથી જામનગરનો દરિયાકાંઠો વધુ સુરક્ષિત બન્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    CVM યુનિવર્સિટીમાં 'માર્ગદર્શનમ્ 2026' કાર્યક્રમ યોજાયો:ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપ્યું
    Next Article
    'No More Israeli Attacks Unless...': Trump After Iran Hits Qatar's LNG Plant

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment