Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ઓફ નોર્થ ફ્લોરિડાના ડીનની મુલાકાત:આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગ મજબૂત કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

    1 day ago

    CVM યુનિવર્સિટી કેમ્પસ ખાતે યુનિવર્સિટી ઓફ નોર્થ ફ્લોરિડા, USAના કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સીસના ડીન અને મનોવિજ્ઞાનના પ્રોફેસર ડૉ. કાવેરી સુબ્રહ્મણ્યમે મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સંબંધો મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો હતો. મુલાકાતની શરૂઆતમાં યુનિવર્સિટીના બોર્ડ રૂમ ખાતે ડૉ. કાવેરી સુબ્રહ્મણ્યમ અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ, પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ, વિવિધ ફેકલ્ટીના ડીન અને પ્રિન્સિપાલ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ચેરમેન દ્વારા ડૉ. કાવેરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રોવોસ્ટે જણાવ્યું હતું કે, આ મુલાકાત મે મહિનામાં તેમની યુનિવર્સિટી ઓફ નોર્થ ફ્લોરિડાની મુલાકાત દરમિયાન થયેલી ચર્ચાનો એક ભાગ છે. બેઠક દરમિયાન ડૉ. કાવેરી સુબ્રહ્મણ્યમની પ્રોફાઇલ રજૂ કરવામાં આવી હતી. તેઓ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ડિજિટલ અને સોશિયલ મીડિયા તેમજ હ્યુમન ડેવલપમેન્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય નિષ્ણાત અને સંશોધક છે. આ પ્રસંગે CVM યુનિવર્સિટીના વારસા, શૈક્ષણિક ઇકોસિસ્ટમ, NEP 2020ના અમલીકરણ, સંશોધન અને ઇનોવેશન તેમજ સ્ટાર્ટ-અપ સપોર્ટ સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પોતાના સંબોધનમાં ડૉ. કાવેરી સુબ્રહ્મણ્યમે યુનિવર્સિટી ઓફ નોર્થ ફ્લોરિડાની શૈક્ષણિક વિચારધારા, સંશોધન સંસ્કૃતિ અને વિદ્યાર્થી-કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે CVM યુનિવર્સિટીના ઉદ્યોગ જોડાણો, મજબૂત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને સામાજિક અભિગમ ધરાવતા શૈક્ષણિક મિશનની પ્રશંસા કરી હતી. બેઠક બાદ, ડૉ. કાવેરીએ કેમ્પસની SICART, ILSASS, GCET, BVM, જી. જે. પટેલ આયુર્વેદિક ઇન્સ્ટિટ્યુટ, CVM નર્સિંગ કોલેજ અને સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમની મુલાકાત લીધી હતી. તેમણે નર્સિંગ કોલેજ ખાતેની સિમ્યુલેશન લેબ પણ જોઈ હતી. આ ઉપરાંત, તેમણે અમૂલ ડેરીની પણ મુલાકાત લીધી હતી. બંને સંસ્થાઓ વચ્ચેની ચર્ચા બાદ વિવિધ મુદ્દાઓ પર સહમતિ સધાઈ હતી. જેમાં વિવિધ શૈક્ષણિક શાખાઓ માટે વ્યૂહાત્મક સહયોગ દસ્તાવેજ તૈયાર કરી પરસ્પર શૈક્ષણિક સહકાર માટે MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવાની દિશામાં આગળ વધવાનો સમાવેશ થાય છે. બેઠકના અંતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ, ગવર્નિંગ બોડીના સભ્યો અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા આ પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    MP Board Class 5, 8 Re-exam Results 2026 releasing today
    Next Article
    ઉમરગામના સંજાણમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ:નીચાણવાળા વિસ્તારોમાં લોકો ફસાયા, પોલીસે રાત્રે સુરક્ષિત રેસ્ક્યુ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment