Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામના સંજાણમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ:નીચાણવાળા વિસ્તારોમાં લોકો ફસાયા, પોલીસે રાત્રે સુરક્ષિત રેસ્ક્યુ કર્યા

    1 day ago

    વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણી રહેણાંક વિસ્તારો અને ઘરોમાં ઘૂસી જતાં અનેક લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ મોડી રાત્રે નોટિફાઇડ એરિયાની ટીમ પણ સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં જોડાઈ હતી. પોલીસ અને સ્થાનિક તંત્રની સમયસર અને સંકલિત કામગીરીને કારણે તમામ લોકોને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની નોંધાઈ નથી. જોકે, વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં રહેવાસીઓની ઘરવખરી, ફર્નિચર અને અન્ય માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ સ્થાનિક તંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખી રહ્યું છે તેમજ જરૂરિયાત મુજબ રાહત અને સહાયની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    CVM યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ઓફ નોર્થ ફ્લોરિડાના ડીનની મુલાકાત:આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગ મજબૂત કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
    Next Article
    લાલપુર તાલુકામાં આજે સામાન્ય વરસાદ નોંધાયો:વિવિધ PHC વિસ્તારોમાં 1 થી 10 મી.મી. વરસાદ, આંકડા વધવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment