Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદથી સમાધાન તરફ:કચ્છમાં ‘ ઉજાસ’ બન્યું તૂટતાં સબંધો માટે આશાનું કિરણ , કાઉન્સેલિંગથી વૈવાહિક વિવાદોમાં ઉકેલ

    10 hours ago

    ઘરેલુ અને દાંપત્ય સંબંધોમાં સર્જાતા મતભેદોને સમયસર સમજણથી સુખદ રીતે ઉકેલી શકાય છે. ઘણી પરિસ્થિતિઓમાં સમજણ, સંવાદ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા આવા પ્રશ્નોનો અંત લાવી શકાય છે. તે હેતુથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ‘ઉજાશ - એક આશાનું કિરણ’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ દામ્પત્યજીવન અને પરિવારીક પ્રશ્નોને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં, સમજદારીપૂર્વક અને નિઃશુલ્ક રીતે ઉકેલવા પ્રયત્ન થાય છે. કચ્છમાં પણ આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના આંકડા મુજબ એપ્રિલ 2024થી ઉજાસ પ્રક્રિયા અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ 187 કેસો નોંધવામાં આવ્યા હતા. જેમાંથી 30 પરિવારો વચ્ચે સુખદ સમાધાન નોંધવામાં આવ્યું હતું. 21 વર્ષ ના લગ્નજીવનને અલગ થતાં રોકવામાં આવ્યું ડિસ્ટ્રિક્ટ જજ મહિડા દિલીપ પી. તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મિડીયેશન સેન્ટર દ્વારા ઉજાસ પ્રક્રિયાના મધ્યમથી હાલમાં એક પરિવારને વિખેરાતા અટકાવાયો હતો. અરજદાર મહિલાએ ડિસેમ્બર 2025માં અરજી કરી હતી. તેમના પતિને કેફી દ્રવ્યોનું વ્યસન હોવાથી પત્ની અને પોતાના બે સંતાનો સાથે દુર્વ્યવહાર થતો હોવાનું રજૂ થયું હતું. લગ્નજીવનના 20 વર્ષ બાદ મતભેદો ગંભીર બનતા મામલો કોર્ટ સુધી પહોંચતા પહેલા જ તેને ઉજાસ મેટર તરીકે નોંધી બંને પક્ષોને સાંભળીને ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. જાન્યુઆરીમાં બંને પક્ષોની સકારાત્મકતાથી સુખદ સમાધાન કરાયું હતું. સમજણ અને મધ્યસ્થીથી સંબંધોમાં ઉજાસ લાવે યોજના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ‘ઉજાસ’ યોજના વૈવાહિક વિવાદોના મૈત્રીપૂર્ણ નિરાકરણ માટે અસરકારક બની રહી છે. આ યોજના હેઠળ દંપતી તેમજ તેઓના પરિવારોને નિશુલ્ક, ગોપનીય અને સમજણભર્યું કાઉન્સેલિંગ સાથે મધ્યસ્થી માર્ગદર્શન અપાય છે. અહી થયેલું સમાધાન કાનૂની માન્યતા ધરાવતું હોવાથી લાંબી પ્રક્રિયા વિના જ વિવાદનો ઉલેક શક્ય બને છે.
    Click here to Read More
    Previous Article
    હાઈવે પર અકસ્માતો રોકવા RTO નો સકંજો:રાજકોટમાં અઠવાડિયામાં રોંગ લેન, ઓવર પેસેન્જર, HSRP વિનાના 210 વાહન ચાલકોને રૂ.8 લાખનો દંડ : હેવી વ્હીકલ ધારકોને ત્રીજી લેનમાં વાહન ચલાવવા સૂચના
    Next Article
    ફ્લાઈંગ સ્ક્વોડની કાર્યવાહી:લાકડીયા, મુન્દ્રા અને ખાવડામાં રોયલ્ટી પાસ વગરના 9 ડમ્પરોને પકડી લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment