Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈવે પર અકસ્માતો રોકવા RTO નો સકંજો:રાજકોટમાં અઠવાડિયામાં રોંગ લેન, ઓવર પેસેન્જર, HSRP વિનાના 210 વાહન ચાલકોને રૂ.8 લાખનો દંડ : હેવી વ્હીકલ ધારકોને ત્રીજી લેનમાં વાહન ચલાવવા સૂચના

    8 hours ago

    હાઇવે પર થતા અકસ્માત કરવા માટે ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં કડક ચેકિંગ કરવાનો આદેશ અપાયો છે. જેમાં રોંગ લેન, ઓવર પેસેન્જર અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે. રાજકોટ RTO કચેરીએ માત્ર એક અઠવાડિયામાં જ આ પ્રકારના 210 મેમો ફટકારી દીધા છે. જેના થકી રૂ.8 લાખની આવક થઈ છે. આ દરમિયાન હેવી વ્હીકલ ધારકો ત્રીજી લેનમાં વાહન ચલાવે તેવી સમજ આપવામાં આવી હતી જેથી નાના વાહન ચાલકોએ વધુ ઓવરટેક ન કરવું પડે અને તેને લીધે અકસ્માતોની ઘટના પણ અટકાવી શકાય. રાજકોટના RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યુ હતુ કે, વાહન વ્યવહાર કમિશનર દ્વારા હાઇવે ઉપર જે અકસ્માતો થઈ રહ્યા છે તથા વાહન ચાલકોની ટ્રાફિક સેન્સ ખરાબ છે તે બાબતે રોંગ લેન, રોંગ સાઇડ ડ્રાઇવ, HSRP વિનાના જે વાહનો છે ઉપરાંત ઓવર પેસેન્જર વાહનો ચાલે છે ઉપરાંત નોન ટ્રાન્સપોર્ટેશન વ્હીકલમાં મુસાફરોની હેરફેર થાય છે તેને ધ્યાનમાં લઈને સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને રાજકોટ આરટીઓ દ્વારા અમદાવાદ, મોરબી, જામનગર અને ગોંડલ સહિતના હાઇવે પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક અઠવાડિયામાં HSRP (હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) વિનાના 35 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોંગ લેનના 120 કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ પરમિટ ભંગ અને ઓવર પેસેન્જરના 55 કેસ કરવામાં આવેલા છે. આ રીતે એક અઠવાડિયામાં 210 મેમો ફટકારવામાં આવ્યા છે અને અંદાજે રૂ. 8 લાખનો દંડ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રોંગ લેનમાં ટ્રક સહિતના ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ આવતા હોય છે તેવા વાહન ચાલકોને મેમો આપવામાં આવેલો છે. આ ઉપરાંત ડ્રાઇવરોને સમજ આપવામાં આવી છે કે જે ત્રણ લેન હોય છે. જેમાં પહેલી લેન ઓવરટેક લેન હોય છે. બીજી લેન રેગ્યુલર લેન અને ત્રીજી લેન હેવી વાહનો માટેની હોય છે. જેથી આ નિયમ મુજબ જ તેઓ વાહન ચલાવે તેવી સમજ આપવામાં આવે છે. શું છે વાહન વ્યવહાર કમિશનરનો પરિપત્ર? ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ RTO કચેરીને સંબોધીને પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, પ્રાઇવેટ વાહનોનો ટેક્ષી અથવા મેક્ષી તરીકે ઉપયોગ કરી મુસાફરોનું પરીવહન થતું હોય છે. જેમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવામાં પણ આવતા હોય છે. આવા વાહનો દ્વારા મુસાફરોનું પરીવહન ખૂબ જ જોખમી છે તેમજ રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને નંબર પ્લેટ વિનાના વાહનો ગેરકાયદેસર માઈનિંગ પ્રવૃત્તિ મા સંડોવાયેલા હોય છે. જે માર્ગ સલામતિ માટે માટે પડકારરૂપ છે. આથી આ બાબતની ગંભીરતા ધ્યાને લઇ પ્રાઇવેટ વાહનોમાં મુસાફરોનું ગેરકાયદેસર પરીવહન કરતા વાહનો, રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને ક્વોરી તેમજ અન્ય વિસ્તારમાં પરિવહન કરતા નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવા ખાસ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવા જણાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    Nagpur riots, one year on: Chargesheets filed in all FIRs except one naming VHP, Bajrang Dal members
    Next Article
    વિવાદથી સમાધાન તરફ:કચ્છમાં ‘ ઉજાસ’ બન્યું તૂટતાં સબંધો માટે આશાનું કિરણ , કાઉન્સેલિંગથી વૈવાહિક વિવાદોમાં ઉકેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment