Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે દશપિંડ વિધિનો હોલ બનાવવાનું પાલિકા વિસરી,ગુડી પડવાએ આંદોલનનું રણશિંગું ફૂંકાશે

    10 hours ago

    ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે દશપિંડ વિધિ માટે હોલ બનાવવાની જાહેરાત કરાઈ હતી. જેમાં 14 ચિતા, ટાંકી, રોડ, ટોયલેટ-બાથરૂમ અને ગેટ બનાવવા સહિતની કામગીરી પૂર્ણ થવા આવી છે. જોકે દશપિંડ માટેનો હોલ બનાવવાનું કામ શરૂ ન કરાતાં રોષ ફેલાયો છે. સમાજના આગેવાનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે ખાસવાડી સ્મશાનના નવિનીકરણ માટે આઇઓસીએલ અને પાવર ગ્રીડ પાસેથી સીએસઆર હેઠળ 15 કરોડ એકઠા કર્યા હતા. જેમાં મહારાષ્ટ્રીયન સમાજની દશપિંડ વિધિ માટે હોલ બનાવવા બાંહેધરી અપાઈ હતી. હાલ 95 ટકા કામ પૂર્ણ થયું હોવાનો પાલિકાએ દાવો કર્યો છે. બીજી તરફ દશપિંડ વિધિ માટે એક પણ ઇંટ ન મૂકાતાં મહારાષ્ટ્રીયન સમાજમાં નારાજગી ફેલાઈ છે.સમાજના આગેવાન કિશોર કેશારકરનું કહેવું છે કે, બુધવારે ત્યાં વિધિ વખતે સમાજના લોકોને પરેશાની થઈ હતી. કામ શરૂ નહીં થાય તો ગુડી પડવાના દિવસે 3 જગ્યાએ સમાજના કાર્યક્રમમાં આગામી દિવસોમાં આંદોલન કરવાની જાહેરાત કરાશે. ભાસ્કર ઇનસાઇડ સમાજના લોકોને આશ્વસ્ત કરું છું કે, પૂજા વિધિ માટે હોલ બનાવાશે મેં તાજેતરમાં ખાસવાડી સ્મશાનની મુલાકાત લીધી હતી. બે કંપની પાસેથી ખાસવાડી સ્મશાનમાં સુવિધા ઊભી કરવા સાથે મહારાષ્ટ્રીયન સમાજ માટે પૂજા વિધિ હોલ બનાવવાનું નક્કી થયું હતું, તે બનશે જ. મ્યુ. કમિશનર અને ડે. કમિ. સાથે વાત કરી છે. > રંજનબેન ભટ્ટ, પૂર્વ સાંસદ દશપિંડ વિધિ માટેના હોલના આયોજનથી અધિકારીઓ અજાણ ચિતા સહિતની સુવિધા માટે જાહેરાત કરાઈ ત્યારે મહારાષ્ટ્રીયન સમાજની વિધિ માટે હોલ બનાવવા બાંહેધરી અપાઈ હતી.આશ્ચર્યજનક બાબત એ છે કે, સીએસઆર હેઠળ મળેલી ગ્રાન્ટ પૂજા હોલ બનાવ્યા વિના પૂર્ણ થઈ છે. અધિકારીઓ પૂજા હોલ બનાવવાનો છે તે વાતથી અજાણ હોવાનું જાણવા મળ્યું છે. પૂજા હોલ બનાવવા અલગથી 1.50 કરોડનો ખર્ચ થશે. જે માટે મ્યુ. કમિશનર પાસે મંજૂરી મગાઈ છે. હોલ બનતાં 1 વર્ષ થશે તેવું મનાય છે.
    Click here to Read More
    Previous Article
    રિલાયન્સ સર્કલથી ભવન્સ સર્કલની સફાઈ કરાઈ:માંજલપુરમાં રસ્તાની સફાઈ સાથે ટ્રીટેડ વેસ્ટવોટરથી 2 સર્કલ સાફ કર્યાં,25 વૃક્ષ પણ ધોયાં
    Next Article
    વહીવટદારનું સાશન અમલમાં:પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ, કુતિયાણા અને જિલ્લા પંચાયતમાં કુલ 72 સભ્યની બોડીની મુદ્દત પૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment