Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂથબંધી:કુડાસણમાં દબાણ મુદ્દે ભાજપના જ કોર્પોરેટરો આમને સામને

    16 hours ago

    ગાંધીનગરમાં એકતરફ મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે બીજીતરફ ભાજપના જ કોર્પોરેટરો આમને સામને આવી રહ્યા છે. કુડાસણમાં ફોરેસ્ટની જગ્યા પર થયેલું દબાણ તોડવા મામલે બે વોર્ડના કોર્પોરેટરો વચ્ચેની લડાઇનો ભોગ મહાપાલિકાની દબાણ ટીમને બનવું પડ્યું છે. અન્ય વોર્ડની મહિલા કોર્પોરેટરે કુડાસણનું દબાણ દૂર કરવા એસ્ટેટ શાખાને ફરિયાદ કરી હતી. ટીમ જ્યારે દબાણ હટાવવા ગઇ ત્યારે તે વોર્ડના ત્રણ કોર્પોરેટરો એક થઇ ગયા હતા અને નડતરરૂપ નહીં હોવાથી નહીં હટાવવાનું કહીને દબાણ ટીમને રવાના કરી દીધી હતી. કુડાસણમાં સ્વાગત રેઇનફોરેસ્ટ-1ની સામે ટ્રી પ્લાન્ટેશનની જગ્યામાં તાર ફેન્સીંગ સાથે દબાણ થઇ ગયું છે. આ મામલે અન્ય વોર્ડની મહિલા કોર્પોરેટરે પોતાનો વિસ્તાર નહીં હોવા છતાં ઝંપલાવ્યું હતું. મહિલા કોર્પોરેટરે એસ્ટેટ શાખાને ભારપૂર્વક દબાણ હટાવવા અને જગ્યા ખુલ્લી કરવા કહ્યું હતું. જેના પગલે એસ્ટેટ શાખાનો કાફલો સાધનો સાથે આ દબાણ હટાવવા પહોંચ્યો હતો. દબાણ હટાવની કાર્યવાહીનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી આ વોર્ડના ત્રણ કોર્પોરેટરો એકત્ર થઇ ગયા હતા અને દબાણ નહીં હટાવવા સૂચના આપી હતી. કોર્પોરેટરોમાં જૂથબંધીના કિસ્સા અવારનવાર બહાર આવે છે ગાંધીનગર મહાનગરપાલિકામાં 44 બેઠકો પૈકી વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પાસે માત્ર એક બેઠક છે. 43 કોર્પોરેટરો ભાજપના છે. પરંતુ આંતરિક જૂથબંધીના કિસ્સા છાશવારે બહાર આવે છે. કુડાસણમાં બનેલા બનાવની પણ પાર્ટી કક્ષાએથી નોંધ લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નિર્ણય‎:બોમ્બની ધમકી બાદ વિધાનસભાની સલામતી વ્યવસ્થામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
    Next Article
    કાર્યવાહી:લાંચમાં પકડાયેલા IB અધિકારીના લૉકરમાંથી 52 લાખની મિલકત મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment