Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય‎:બોમ્બની ધમકી બાદ વિધાનસભાની સલામતી વ્યવસ્થામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

    13 hours ago

    ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બુધવારે સવારે એકાએક બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. આ ગંભીર મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે આજે સવારે અંદાજે 8:30 વાગ્યાના અરસામાં વિધાનસભાના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પર એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં સમગ્ર સંકુલને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની વાત લખવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ પોલીસ દ્વારા એસઓપી મુજબની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક આખું વિધાનસભા પરિસર ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે સમયે આ ધમકી મળી ત્યારે મંત્રીઓ, ધારાસભ્યો અને સચિવાલયનો સ્ટાફ ગૃહની કામગીરી માટે પહોંચી રહ્યો હતો, પરંતુ કોઈ પણ જોખમ ન લેતા તમામને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિધાનસભા અને સચિવાલયની સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સૂત્રો મુજબ ગૃહ રાજ્યમંત્રીએ વર્તમાન સુરક્ષા વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ સાથે જ આગામી સમયમાં સચિવાલય અને વિધાનસભાની સુરક્ષા કેવી રીતે વધુ મજબૂત અને અભેદ્ય બનાવી શકાય તે બાબતે ગંભીર ચર્ચા કરી તેના પર ભાર મૂક્યો હતો. બેઠકમાં સુરક્ષાના નવા પ્રોટોકોલ અને ટેકનોલોજીના ઉપયોગ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ વખતે વધુ સક્ષમતાથી કામ લઈ શકાય. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ત્રણ વિશેષ ટીમો દ્વારા આખા સંકુલનું ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સદનસીબે તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા ન હતા, જેના પગલે સવારે 10:00 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી. આ ધમકીભર્યો મેઈલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે અંગે હાલમાં પોલીસની સાયબર ક્રાઈમ ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા ઊંડી તપાસ ચલાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં મેઈલ મોકલનાર શખ્સો સુધી પહોંચવા માટે આઈપી એડ્રેસ અને અન્ય ટેકનિકલ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. વિધાનસભાની મુલાકાતે આવેલા બાળકોને રોકી રખાયા વિધાનસભાની બેઠક 9 વાગ્યે શરૂ થવાની હતી, અધ્યક્ષ સહિત તમામ ધારાસભ્યો, મંત્રીઓ, અધિકારીઓ વિધાનસભામાં પહોંચી ગયા હતા બરાબર એ જ વખતે બોમ્બની ધમકીનો ઇમેઇલ મળ્યો હોવાની જાણ થતાં તાત્કાલિક વિધાનસભા બિલ્ડીંગ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. આ સમયે સ્કૂલના બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. સલામતીના કારણોસર બાળકોને પણ બિલ્ડીંગની બહાર બેસાડી રખાયા હતા. સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ કશું સંદિગ્ધ મળી નહીં આવતા વિધાનસભાની બેઠક શરૂ કરાઇ હતી. ત્યારબાદ સ્કૂલના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો. ધમકી આપનારને શોધવા પોલીસ પર દબાણ સમગ્ર રાજ્યમાં જે પ્રકારે સ્કૂલો, સરકારી કચેરીઓ, કોર્ટ, હોસ્પિટલ અને હવે વિધાનસભાને તબક્કાવાર બોમ્બની ધમકીના મેઇલ મળી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે પરંતુ પોલીસ હજુ સુધી ચોક્કસ તત્વો સુધી પહોંચી શકી નથી. વિધાનસભાને પણ ધમકી મળતા હવે પોલીસ પર આ તત્વોને શોધવાનું દબાણ વધ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રસીકરણ અભિયાન:HPV રસીકરણમાં જિલ્લો પ્રથમ 2255 કિશોરીને રસી આપી દેવાઇ
    Next Article
    જૂથબંધી:કુડાસણમાં દબાણ મુદ્દે ભાજપના જ કોર્પોરેટરો આમને સામને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment