Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસીકરણ અભિયાન:HPV રસીકરણમાં જિલ્લો પ્રથમ 2255 કિશોરીને રસી આપી દેવાઇ

    12 hours ago

    રાજ્ય સરકાર દ્વારા મહિલાઓમાં વધતા સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગને અટકાવવા માટે શરૂ કરાયેલા HPV રસીકરણ અભિયાનમાં ગાંધીનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે. માણસા તાલુકાના પુંધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 2 માર્ચના રોજ આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સઘન આયોજન કરીને માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ 2255 કિશોરીઓને HPV રસી આપી છે. આ અભિયાન દરમિયાન બોર્ડ પરીક્ષાઓનો સમય હોવા છતાં તેમજ કેટલાક વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ જેવી સમસ્યાઓ હોવા છતાં આરોગ્ય કર્મચારીઓએ ઘેરેઘેર જઈને, શાળાઓમાં સંપર્ક સાધીને અને વાલીઓને સમજાવીને કિશોરીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કરી છે. જિલ્લામાં કુલ 8568 કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે,આરોગ્ય ટીમો દ્વારા માઇક્રોપ્લાનિંગ કરીને દરેક ગામ અને વિસ્તારમાં પહોંચી શકાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે,આ અભિયાનમાં આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય વિભાગના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ દ્વારા લોકોમાં HPV રસીના ફાયદા વિશે માહિતી આપવામાં આવી રહી છે અને ગેરસમજ દૂર કરવામાં આવી રહી છે. આ અભિયાનના પરિણામે કિશોરીઓમાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ વધશે અને ભવિષ્યમાં આ રોગના પ્રમાણમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા પ્રશાસન દ્વારા આવનારા દિવસોમાં પણ આ અભિયાનને વધુ ગતિ આપવા માટે પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ કાર્યક્રમ ચાલું રહેશે.
    Click here to Read More
    Previous Article
    નવી ટેકનોલોજીના ડરથી ભારે ધસારો:અમદાવાદથી લોકો આવતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે RTOમાં મહિનાનું વેઇટિંગ
    Next Article
    નિર્ણય‎:બોમ્બની ધમકી બાદ વિધાનસભાની સલામતી વ્યવસ્થામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment