Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ:મોરબીમાં હાઇડ્રોલિક ટ્રેક્ટર પરથી નીચે પટકાતાં યુવાનનું ઇજાથી મોત

    1 week ago

    મોરબીના લખધીરપુર રોડ ઉપર હાઇડ્રોલિક ટ્રેક્ટર ઉપર ચડીને ઇલેક્ટ્રીક વાયર રીપેર કરતાં સમયે યુવાન ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને માથાના ભાગે ઇજા થતાં યુવાનને મોરબીથી રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ જોધપરથી લીલાપર ગામ તરફ જવાનો જે મુખ્ય પુલ છે તે પુલ ઉપરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. જેથી પાણીમાં ડૂબી જવાના લીધે તે યુવતીનું મોત નીપજયું હતું. મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રામદેવ હોટલની પાછળના ભાગમાં રહેતો કૈલાશ બાબુસિંહ રાવત (ઉ.વ.24) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સિરામિકની બાજુમાં હાઇડ્રોલિક ટ્રેક્ટર પર ચડીને ઇલેક્ટ્રીક વાયર રીપેર કરતો હતો. તે દરમિયાન કોઈ કારણોસર તે ઉપરથી નીચે પટકાતા તે યુવાનને માથાના ગંભીર ઇજા થઈ હતી જેથી તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું આથી મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં મૂળ માળિયા તાલુકાના નાનાભેલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ નંદનવન સોસાયટી શકુન એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધરતીબેન કાંતિલાલ વાઘડિયા (ઉ.વ.29) નામની યુવતીએ મોરબીના મચ્છુ-2 ડેમ પાસે જોધપર ગામથી લીલાપર ગામ તરફ આવવા માટેનો જે મુખ્ય પુલ છે તે પુલ ઉપરથી નીચે મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવતીનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:મુસાફર રેલવે સ્ટેશન પર 20 પાઉન્ડ ભૂલી ગયો, એકનું લેપટોપ ટ્રેનમાં રહી ગયું: રેલવે પોલીસે મુસાફરોને શોધીને પરત આપ્યું
    Next Article
    PGVCL એક્શન મોડમાં:મોરબી જિલ્લામાં એક જ દિવસમાં 940 ગ્રાહકના વીજકનેક્શન કપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment