Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL એક્શન મોડમાં:મોરબી જિલ્લામાં એક જ દિવસમાં 940 ગ્રાહકના વીજકનેક્શન કપાયા

    1 week ago

    મોરબી જિલ્લામાં વર્તુળ કચેરી દ્વારા ગઈકાલે ફરી એકવાર બાકી વીજ બિલ ન ભરનાર ગ્રાહકોના વીજ કનેક્શન કટ કરવાની મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં મોરબી જિલ્લાની 2011 ટીમને મેદાનમાં ઉતારી હતી. અને જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વિજ બિલ નહીં ભરનાર ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરતા માત્ર એક જ દિવસમાં 940 જેટલા ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાકી બિલ પેટે પણ રૂપિયા 2.5 કરોડની રકમ વસૂલ કરવામાં આવી છે. મોરબી પીજીવીસીએલ દ્વારા અગાઉ પણ આ રીતે મેગા વીજ કનેક્શન કાપવાની ડ્રાઇવ કરવામાં આવી હતી અને ફરી એકવાર લાઈવ કરતા પહેલા પીજીવીસીએલ દ્વારા સમય અપાયો હતો. તેમજ ખાસ કરીને રવિવારે પણ કચેરી ખોલી રાખી વીજ બિલ વસૂલ કરવામાં આવ્યા હતા. આ કામગીરીથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો અને અનેક ગ્રાહકો બિલ ભરવા દોડી આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ:મોરબીમાં હાઇડ્રોલિક ટ્રેક્ટર પરથી નીચે પટકાતાં યુવાનનું ઇજાથી મોત
    Next Article
    ખાણ-ખનીજ વિભાગની આકસ્મિક રેડ:વાંકાનેરના સમથેરવામાં ખનીજ ચોરી પકડાઇ,‎ બે મશીન સહિત રૂ. 80 લાખનો મુદ્દામાલ જપ્ત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment