Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધા:જોગર્સપાર્કમાં સિન્થેટીક જોગીંગ ટ્રેક બનશે

    1 week ago

    જામનગર શહેરના પોશ વિસ્તારમાં આવેલા જોગસ પાર્કમાં લોકો વહેલી સવારે અને સાંજે જોગીગ કરવા માટે આવે છે ત્યારે ત્યાં તળાવની પાળ જેવી જ સિન્થેટીક ટ્રેક બનાવી દેવાની ખાનગી કંપનીએ ઓફર કરતા મહાપાલિકાએ તેનો સ્વીકાર કર્યો છે, જે માટે આગામી દિવસોમાં પાર્કમાં સિન્થેટીક ટ્રેક વોકીગ માટે બનશે. શહેરમાં પેલેસ રોડ ઉપર આવેલો રાજવીની માલિકીનો જોગર્સ પાર્ક માત્ર ચાલવા-દોડવા માટે જ નથી. પરંતુ તેમાં ઔષધિય ગુણો અને પક્ષીઓને કામ આવે તેવા મધ્યમ પ્રકારના વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે. આ બોટનિકલ-કમ-જોગર્સ પાર્કનો લાભ સવારે અને સાંજે બહોળી સંખ્યામાં લોકો લે છે. જુદા-જુદા જુથો અહીં યોગ-પ્રાણાયામની પ્રવૃત્તિ પણ કરે છે. તેમજ તમામ ઉંમરના ભાઈઓ-બહેનો અહીં વોકીંગ માટે આવે છે. આ પાર્કમાં ખાનગી કંપનીએ સિન્થેટીક ટ્રેક બનાવવાની મહાપાલિકાની ઓફર કરતા મહાપાલિકાએ તેનો સ્વીકાર કરી કાર્યવાહી આગળ હાથ ધરી છે. જે બાદ આગામી દિવસોમાં કામગીરી શરૂ થઇ જશે.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:સંસદમાં સુતરીયાએ અમરેલીથી સુરતની ટ્રેનને બદલે વંદે ભારત અને હરિદ્વાર ટ્રેનની માંગ કરી
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:95 ટકા વેરો ન ભરનારા 7 સોસાયટીમાં પાણી વિતરણ‎બંધ કરાયું : વેરો ભરનારને જ ટેન્કરથી પાણી અપાશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment