Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:95 ટકા વેરો ન ભરનારા 7 સોસાયટીમાં પાણી વિતરણ‎બંધ કરાયું : વેરો ભરનારને જ ટેન્કરથી પાણી અપાશે‎

    1 week ago

    જામનગર મહાનગરપાલિકાએ ઈતિહાસમાં સૌપ્રથમ વખત મિલકતવેરા નહી ભરનાર શહેરની 7 સોસાયટીમાં 3737 આસામીઓનો પાણી પુરવઠો બંધ કરી દેતાં દેકારો બોલી ગયો છે, જે લોકોએ વેરો ભર્યો છે તેવા આસામીઓએ જો પાણી વિતરણ નહિં કરાય તો કોર્પોરેટરને રજુઆત બાદ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જે સોસાયટીઓમાં પાણી વિતરણ બંધ ધરાયું છે તેમાં 95 ટકા લોકોએ વેરો ભર્યો નથી, જે લોકોએ વેરો ભર્યો છે, તેઓને ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવશે. શહેરમાં લાંબા સમયથી મિલકતવેરો નહીં ભરનારા આસામીઓ પાસેથી કડક હાથે ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. નોટિસો આપ્યા બાદ સોમવારથી શહેરના વોર્ડનં-15ના રમેશ હાર્ડવેર વાળી શેરી, મારૂતિનગર, મથુરાનગર, લક્ષ્મીનગર, રવિપાર્ક ઝોન હેઠળનાં વોર્ડનં-6ના રવિપાર્ક ટાઉનશીપ, જય દ્વારકાધીશ પાર્ક, યોગેશ્વરધામ, વાયુનગર, શિવ ટાઉનશિપ, તિરૂપતિ પાર્ક-2, સ્વામીનારાયણ ધામ વિસ્તારના અમુક આસામીઓએ મિલકતવેરો લાંબા સમયથી ભર્યો ન હોય, જેથી તે વેરાની વસુલાત માટે તંત્રએ જામનગરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જે સોસાયટીઓમાં 3737 પાણીના કનેકશનો આવેલા છે. તેમાં અમુક લોકોએ મિલકતવેરો ભર્યો નથી. તો અમુક લોકોએ એડવાન્સ મિલકતવેરો ભરી દીધો છે, તેમ છતાં તેઓનો પણ પાણી પુરવઠો બંધ થઈ જતાં ભારે રોષ ભભુકી રહ્યો છે. એક દિવસ ચાલે તેટલો જ પાણીનો સંગ્રહ કરેલ હોવાથી આજે મંગળવારે બહુ તકલીફ પડી નથી. જો પાણી વિતરણ નહિં કરવામાં આવે તો સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને રજુઆત બાદ ઉગ્ર દેખાવ કરવામાં આવશે. વેરો ભર્યો છતાં પાણી વેંચાતું લેવું પડે તેવી હાલત રમેશ હાર્ડવેરવાળી શેરીમાં રહેતા આસામીએ કહ્યું કે, અમે 20 વર્ષથી રહીએ છીએ, અને વેરો નિયત સમય મર્યાદામાં ભરીએ છીએ. અમુક લોકોએ જ વેરો નથી ભર્યો, જેના લીધે અમારૂ પાણી બંધ કર્યુ છે. જો પાણી નહીં આપે તો હવે પીવાનું પાણી પણ વેંચાતું લેવું પડશે.> રમેશભાઈ પાણખાણીયા પાણી વિતરણ નહીં થાય તો આંદોલનની ચીમકી ગોકુલનગર શેરીનં-26માં મંગળવારે પાણી વિતરણ નથી થયુ, અને જેમ તેમ કરીને એક દિવસ કાઢી નાંખ્યો. જો આવતીકાલ બુધવારે પાણી નહી આવે તો સોસાયટીના લોકોને સાથે રાખીને કોર્પોરેટર હર્ષાબા સોઢાના ઘરે જઈને રજુઆત કરશું. તેમ છતાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. > આશાબેન સંઘાણી જે લોકોએ વેરો નથી ભર્યો તેના જોડાણો કાપો.. અમે તો મિલકતવેરો ભર્યો છે, પરંતુ જે લોકો મિલકતવેરો નથી ભરતા તેવા લોકો લોકોને પાણી બંધ કરો..! તેના પાણીના કનેકશનો કાપી નાંખો. પરંતુ અમને તો પાણી આપો, પાણીનો ટાંકો ખાલી જઈ જતાં મજબુરીમાં પાણીના ટાંકા વેંચાતા લેવા મજબુર બન્યા છે.> શાંતલાલ પરમાર અત્યાર સુધી મનપા તંત્ર ક્યાં ગયું હતું..! જામ્યુકોની મિલકતવેરા શાખા અત્યાર સુધી ક્યાં ગઈ હતી, મિલકતવેરો ઉઘરાવ્યો નથી..? હવે આખી સોસાયટીમાં પાણી બંધ કરવામાં આવ્યું છે. તો અમે તો વેરો ભર્યો છે, તેમ છતાં અમારુ પાણી કેમ બંધ કર્યુ. જેને વેરો નથી ભર્યા તેના નળ કનેકશન કટ કરો.> અમૃતબેન કણઝારીયા વેરો ભરનારને ટેન્કરથી પાણી વિતરણ કરાશે જામનગર મહાનગરપાલિકાના મિલકતવેરા શાખાએ 7 સોસાયટીઓમાં પાણી વિતરણ બંધ કરેલ છે. જેમાં 95 ટકા લોકોએ વેરો ભર્યો નથી, જે લોકોએ વેરો ભર્યો છે તેવા આસામીઓને ટેન્કરથી પાણી વિતરણ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. > ટેક્સ ઓફિસર નિર્મલ જીગ્નેશ
    Click here to Read More
    Previous Article
    સુવિધા:જોગર્સપાર્કમાં સિન્થેટીક જોગીંગ ટ્રેક બનશે
    Next Article
    Gujarat ATS busts mephedrone lab in UP, seizes large amounts of drug

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment